BANASKANTHA News: ગુજરાતભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. ત્યારે દિયોદર તાલુકાના વિવિધ ગામોમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ.
દિયોદર deodar તાલુકાના ધુણસોલ, નવા તેમજ લાખણી તાલુકાના સેકરા, કુડા અને ડીસા તાલુકાના પાલડી, નવા નેસડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ.
આ પ્રસંગે ગામ લોકોને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની જનહિતકારી વિવિધ યોજનાઓની લાભ લેવા માટે માહિતી આપવામાં આવી.
તેમજ સરકાર દ્વારા જે તે વિસ્તારોમાં થઈ રહેલા વિવિધ વિકાસના કામો ની માહિતી આપવામાં આવી.
આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય deodar Mla કેસાજી ચૌહાણ keshaji chauhan , બાબુલાલ માળી આદિ હોદ્દેદારો તેમજ ગામના સરપંચ તલાટી કમ મંત્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા