Banaskantha Lakhani News : ગુજરાતનાં ખેત પેદાશોના માર્કેટ માં ખેડૂત પેનલ અને વેપારી પેનલ એમ સંચાલક મંડળ માટે બે વિભાગોમાં ચુંટણી લડાતી હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી ખેત માર્કેટ માં જામ્યો છે ચુંટણી નો ભારે જંગ. આ રોમાંચક ચુંટણી માં ૫૩ જેટલા અધધ ઉમેદવારો વચ્ચે જામશે સંચાલક મંડળ નો જંગ.
બનાસકાંઠા જિલ્લાના લાખણી માર્કેટયાર્ડના સંચાલક મંડળના ૧૪ સભ્યો માટે ની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેચવાની ખેંચવાની છેલ્લી તારીખે ખેડૂત વિભાગમાં ૬૧ અને વેપારી વિભાગમાં ૭ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા ખેડૂત અને વેપારી વિભાગની ૧૪ બેઠકો માટે ૫૩ ઉમેદવાર વચ્ચે રોમાંચક ચૂંટણી જંગ નિર્ધારીત થયો છે.
ડીસામાંથી વિભાજિત થયા બાદ લાખણી માર્કેટયાર્ડમાં બાબુભાઈ દેસાઈ ચેરમેન બનેલ. જયારે બીજી ટર્મ માં ચેરમેન પદે દેવજીભાઈ દેસાઈ બેસેલા. પરંતુ તેમની સામે માર્કેટયાર્ડમાં ભરતી મુદ્દે વિવાદ થતા આખું સંચાલક મંડળ સુપરસીડ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ નવા સંચાલક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
જેમાં ફોર્મ ભરવાની મુદતે ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૧૦૮ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા
જ્યારે વેપારી વિભાગની ૪ બેઠક માટે ૧૪ ફોર્મ સાથે કુલ ૧૨૨ ફોર્મ ભરાયેલા .
જ્યારે તેલીબિયા વિભાગની બે બેઠકો માટે તાલુકામાં એકેય મંડળી ન હોવાથી એક પણ ફોર્મ ભરાયું ન હતું.
ઉમેદવારીપત્ર ચકાસણીમાં ખેડૂત વિભાગમાંથી એક ફોર્મ રદ થયું હતું.
આ લાખણી માર્કેટયાર્ડ ની ચુંટણી સહકારી અને રાજકીય આગેવાનોએ બિનહરીફ કરાવવા પ્રયાસો કરેલ પરંતુ 53 જેટલા ઉમેદવારો મેદાનમાં રહેલા.
આગામી ૬ દિવસ ચૂંટણી પ્રચારબાદ ૨૯ ડિસેમ્બરે મતદાન હાથ ધરાશે.
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાઇન ફ્લૂની એન્ટ્રી
BANASKANTHA: રેશનકાર્ડ ધારકો સાથે વધુ એક છેતરપિંડી કરનાર જબ્બે. વારંવાર ભીનુ