Kankaria Carnival 2023 : અમદાવાદ મધ્યે ગુજરતીની સંસ્કૃતિ ની ઝાંખી કરાવતો અદભૂત રંગારંગ કાર્યક્રમ પ્રતિ વર્ષ ડિસેમ્બર મહિના માં યોજાય છે જેને આપણે સૌ કાંકરિયા કાર્નિવલ તરીકે જાણીએ છીએ પરંતુ આ કાંકરિયા કાર્નિવલ નો પ્રારંભ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મદિન નિમિત્તે વર્ષ 2008થી પ્રારંભ કારવાયેલ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ અમદાવાદ ની ઓળખ સમા અને આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ થયેલા કાંકરીયા તળાવમાં યોજાય છે .
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ 2023માં પ્રથમ દિવસે વસુધૈવ કુટમ્બકમ્ – એક ધરતી – એક પરિવાર – એક ભવિષ્ય થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેમાં યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરીટેજ ગરબા, રાજસ્થાનના ઘુમ્મર, પંજાબના ભાંગડા, આસામના બિહુ, મહારાષ્ટ્રની લાવણી, કથકલી, ક્લાસિકલ તેમજ અન્ય દેશોના ડાન્સ ફોર્મ રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત કાંકરીયા કાર્નિવલ દરમિયાન નગરજનોના મનોરંજન માટે વિવિધ દિવસો દરમિયાન કિર્તીદાન ગઢવી, પાર્થ ઓઝા, દિવ્યા ચૌધરી, અરુણ દેવ યાદવ, મિરાંદે શાહ, બંકિમ પાઠક, શાહુબદ્દીન રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા, સુખદેવ ધામેલીયા, રવિન્દ્ર જોની જેવા વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો, હિન્દી-ગુજરાતી પ્લેબેક સંગીત, સૂફી ગઝલ, લોકગીત-સંગીત, બોલીવૂડ ગીતો, હાસ્ય દરબાર સહિતનો વૈવિદ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
કાંકરીયા કાર્નિવલ 2023ના સમાપન દિવસે ‘વાયબ્રન્ટ કલર્સ ઓફ ઈન્ડિયા’ થીમ આધારીત કાર્યક્રમ હેઠળ ભારતના જુદા જુદા રાજ્યોના વિવિધ ડાન્સ ફોર્મ મારફતે વિવિધતામાં એકતા દર્શન કરાવવામાં આવશે.
આ વર્ષે કાંકરિયા કાર્નિવલ 2023માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અન્ય કાર્યક્રમો યોજાશે
- લોક ડાયરો, બોલીવૂડ ફ્યુઝન, દિવ્યાંગ બાળક દ્વારા ગીત, ખાનગી સ્કૂલના બાળકો દ્વારા ડાન્સ પર્ફોર્મન્સ, શિવ તાંડવ, સિનિયર સિટીઝન દ્વારા દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, સિંધી નાટક, સૂફી ગઝલ તેમજ સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- જુદા જુદા કલ્ચરલ ગ્રુપ દ્વારા રોક બેન્ડ પર્ફોર્મન્સ, ઈન્સ્ટ્રુમેન્ટલ પર્ફોમન્સ, લાઈવ માઉથ ઓર્ગન, શાસ્ત્રીય ગાયન સાથે સમૂહ તબલા વાદન, ગરબા, ભારતનાટ્યમ, કુચીપુડી નૃત્ય, દશાવતાર થીમ આધારીત નૃત્ય નાટિકા, બોલીવૂડ ડાન્સ કાર્યક્રમ, કરાઓકે સિંગિંગ જેવા મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટલ કાર્યક્રમો તેમજ જાદુગર શોનું આયોજન કરવામાં આવ્યું છે.
- નાના બાળકો સાહસિક બને અને તેમની સાહસવૃત્તિમાં વધારો થાય અને તેમને મનોરંજન પણ મળી રહે તેવી મંકી બ્રિજ, ટાયર ટનલ, ટાયર ચિમની, ટાયર જંપ, ટનલ વોકિંગ, હેંગિંગ બ્રિજ, સર્કલ ટાયર જંપ જેવી પ્રવૃત્તિઓ ધરાવતી બાળનગરી ઉભી કરવામાં આવી છે. જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓની મજા માણી શકશે.
- કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનારા લોકોના આકર્ષણરુપે દરરોજ કાર્યક્રમના અંતે “વિકસિત ભારત સંકલ્પ” થીમ આધારીત લેસર શોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત, નગરજનો દરરોજ યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે.
- ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું ખાસ આયોજન કરવામાં આવશે.
- શહેરની વિવિધ શાળાઓ દ્વારા બેન્ડ નિદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.
- વિવિધ થીમ આધારિત રંગ બેરંગી લાઇટીંગ તથા મલ્ટી કલર લેસર દ્વારા આગવું એમ્બિયન્સ ઉભું કરવામાં આવનાર છે.
- હેરીટેજ અમદાવાદ અને વિકસિત ભારતની થીમ પર વર્ચ્યુઅલ રીયાલીટી શો પણ કરવામાં આવનાર છે.
- કાંકરીયા ખાતે ચંદ્રયાન-3 અને ધનુષ થીમ આધારીત પ્રવેશ દ્વાર તેમજ કાંકરીયા પરિસરમાં જુદી જુદી જગ્યાઓએ ચંદ્રયાન-3 અને મારું શહેર મારું ગૌરવ થીમ આધારીત સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવશે.
- લાઈવ કેરેક્ટર્સ મુલાકાતીઓનું મનોરંજન કરશે અને ખાસ નાના બાળકો તેઓની સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે.સિક્યોરિટી માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી
- ડિફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા ટ્રાયસિકલ રેલી કરવામાં આવશે.
- કાર્નિવલ દરમિયાન સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
- કાંકરિયા કાર્નિવલ દરમ્યાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
- કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે.
- વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા, કંટ્રોલ રુમ, જરુરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ સુસજ્જ રાખવામાં આવ્યાં છે.
- કાંકરીયા કાર્નિવલ 2023માં 25થી 31 ડિસેમ્બર દરમિયાન મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.