BANASKANTHA News: રેશનકાર્ડ ધારકો સાથે અવારનવાર છેતરપિંડી થતી હોય છે, અને ભારતના મજબૂર રેશનકાર્ડ ધારકો rationcard holder આવી છેતરપિંડીઓ સામે કંઈ જ કરી શકતા નથી હોતા
આવો જ એક કિસ્સો બનાસકાંઠામાં BANASKANTHA સામે આવ્યો છે
બનાસકાંઠા જિલ્લાના સસ્તા અનાજની દુકાનદારો કે જેમની પર 2022 ના વર્ષમાં પાંચ પાંચ વાર તપાસ તો થઈ પરંતુ કંઈ નિષ્કર્ષ સામે ન આવ્યો
પરંતુ આખરે તાજેતરમાં નવેમ્બર મહિનાની શરૂઆતમાં દિયોદરના વર્તમાન મામલતદાર ની ટીમ દ્વારા આ જ સસ્તા અનાજના દુકાનના સંચાલકો ની તપાસ કરવામાં આવતા સસ્તા અનાજના દુકાનદારો દ્વારા સામાન્ય જનતાના હકનો સસ્તા અનાજનો જથ્થો Rationing Food બારોબાર અન્ય લોકોને વેચી માર્યા હોવાનું બહાર આવ્યું
આખરે દિયોદર તાલુકામા સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચ્યા ની ફરિયાદ નોંધાઇ.
દિયોદરના ચગવાડા અને કોટડા(ફોરણા) ગામના આવેલ સસ્તાના અનાજના સંચાલકે જથ્થો વેચી માર્યો બારોબાર આવ્યું તપાસમાં સામે ..
2022મા દિયોદરના તત્કાલિન બે નાયબ મામલતદારોએ પાંચ વાર તપાસ ધરી હતી,
ફરી ગત 01/11/0223ના દિવસે વર્તમાન મામલતદાર taluka mamlatdar ની ટીમે સસ્તા અનાજની દુકાને તપાસ હાથધરી હતી.
તપાસ કરતા અધિકારીઓએ છ વાર અલગ અલગ સમયે કરેલ તપાસનો રિપોર્ટ ઉંચ કક્ષાએ સોંપ્યા હતા.
અને આખરે તપાસ પૂર્ણ થતા સસ્તા અનાજ ની દુકાનદારે ગેરી રીતી આચર્યા હોવાનું સામે આવ્યું.
દિયોદરના ચગવાડા અને કોટડા(ફોરણા) deodar taluka chagwada and kotada – forna ગામના આવેલ સસ્તાના અનાજના બન્ને સસ્તા અનાજના કેન્દ્રના રેસનકાર્ડ ધારકોને આપવાનો ઘઉં, તુવેરદાળ, મીઠુ, ખાંડ સહિતનો 34480.932 કિલ્લો ગ્રામ સસ્તા અનાજનો જથ્થો અન્યત્ર વેચી માર્યો .
આમ કુલ રૂપિયા 9,46,142/-નો કુલ સસ્તાના અનાજનો જથ્થો બારોબાર વેચી મારી સસ્તા અનાજના સંચાલકે સામાન્ય નાગરિકો સાથે ગેરરીતિ આચરી.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચગવાડા અને કોટડા( ફોરણા) ગામના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર વિરુદ્ધ મામલતદારે નોંધાવી ગેરરીતિ આચર્યાંની પોલીસ ફરિયાદ.
અને આ બંન્ને દુકાન ની સસ્તા અનાજ Fair Price Shop ની દુકાન નો પરવાનો રદ કર્યો.
દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી Diyodar Police