- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગણતંત્ર દિવસ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું
ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવતા વર્ષે ગણતંત્ર દિવસે ઉજવણીમાં ભારતના મહેમાન બની શકે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગણતંત્ર દિવસ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના આગમનના સમાચાર હતા પરંતુ પછી અચાનક સમાચાર આવ્યા કે અમેરિકી રાષ્ટ્રપતિ આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લઈ શકશે નહીં.
ત્યારે મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી Narendr Modi એ આ વર્ષે ફ્રાન્સની રાજધાની પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લીધો હતો. પરેડ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગેસ્ટ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 26 જાન્યુઆરીએ ભારત આવશે તો તેઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા છઠ્ઠા નેતા હશે. 1976 થી, ભારતે કુલ પાંચ વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસ માટે આમંત્રણ આપ્યું છે.