- ટોપા પીર વિસ્તાર કેટલાક આતંકવાદીઓને ઠાર કરવા સેનાની આરઆર બટાલિયન દ્વારા સર્ચ ઓપરેશન
- પુંછ જિલ્લાના સુરનકોટમાં સૈન્યના વાહન પર આતંકી હુમલામા ચાર જવાનો શહીદ થયા છે
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના સુરનકોટમાં સૈન્યના વાહન પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ચાર જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય સૈનિકો ઘાયલ થયા છે. ત્યારે આ હુમલો ડેરા ગલી પીર ટોપા વિસ્તાર પાસે થયો હતો. મળતી માહિતી મુજબ સેનાએ ચાર્જ સંભાળી લીધો છે અને હાલમાં ફાયરિંગ પણ થઈ રહ્યું છે. ડેરા ગલી બુફિલેયાઝ રોડ પર આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે જ્યારે ચાર જવાન ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને થન્ના મંડી, પૂંછ તરફ જતો રસ્તો બંધ કરીને આતંકીઓએ તેમની શોધમાં મોટા પાયે ઓપરેશન શરૂ કરી દેવામા આવ્યુ છે.
મળતી માહિતી મુજબ ડેરા કી ગલી જંગલમાં ટોપા પીર વિસ્તાર પાસે કેટલાક આતંકવાદીઓની હાજરીની બાતમી પર સેનાની આરઆર બટાલિયન દ્વારા ગત રાતથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન સેનાના જવાનો જીપ્સી અને અઢી ટનના વાહનમાં અન્ય વિસ્તારોમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ત્રણથી ચાર આતંકવાદીઓ જંગલમાંથી બહાર આવ્યા અને સેનાના વાહનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.