દાઉદ ઈબ્રાહીમને પોઈઝન આપવામાં આવ્યું હોવાના અહેવાલના પગલે શેરબજારમાં વેચવાલી ફરી વળી
પાકિસ્તાનના શેરબજારમાં ચાલુ સપ્તાહે ભારે ખરાબી જોવા મળી રહી છે. છેલ્લા 32-વર્ષોમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે પાકિસ્તાનના અર્થતંત્રની નાજુક હાલતથી સહુ વાકેફ્ છે.
તેમાં દાઉદ ઈબ્રાહીમને પોઈઝન આપવામાં આવ્યું હોવાના અહેવાલના પગલે શેરબજારમાં વેચવાલી ફરી વળી હતી. કરાંચી સ્ટોક એક્સ્ચેન્જનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ 2372 પોઈન્ટ્સ ગગડયો હતો. જ્યારે ગુરુવારે તે 103 પોઈન્ટ્સ ઘટાડા સાથે 62 હજારની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
નોંધપાત્ર બાબત તો એ છે કે પાકિસ્તાનના બજારના બેન્ચમાર્ક કરાચી-100નું માર્કેટ-કેપ અદાણી જૂથની એક કંપનીના માર્કેટ-કેપથી પણ નીચું છે. જેમકે અદાણી ટોટલ ગેસનું માર્કેટ-કેપ રૂ. 1 લાખ કરોડથી વધુ છે. જ્યારે કરાચી 100નું માર્કેટ-કેપ રૂ. 65 હજાર કરોડથી સહેજ ઉપર જોવા મળે છે. 19 ડિસેમ્બરે કરાચી 100 ઈન્ડેક્સ 2372 પોઈન્ટ્સ અથવા 3.6 ટકા તૂટયો હતો. જ્યારે બુધવારે તે 100 પોઈન્ટ્સ જેટલો ગગડયો હતો. ગુરુવારે પણ તે નરમાઈ દર્શાવતો હતો. પાકિસ્તાન શેરબજારમાં વિદેશી રોકાણકારો તરફ્થી રોકાણ તીવ્ર ઘટાડો સૂચવે છે. છેલ્લાં કેટલાંક સમય દરમિયાન લગભગ 50 ટકા એફ્પીઆઈ પાકિસ્તાનમાંથી દૂર થયેલા પણ જોવા મળે છે.