ગુજરાતમાં શેરબજારમાં ટીપ્સના નામે પૈસા ઉઘરાવતા 2 ઓપરેટરોને ત્યાં સેબીના દરોડા પડ્યા છે. આ લોકોએ 10 રૂપિયાનો શેર લોકોને ખરીદવાની સલાહ આપી 100 રૂપિયા પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં સુરત,વડોદરા અને અમદાવાદમાં SEBI એ તપાસ કરતા રાજકોટમાંથી લિંક સામે આવી છે. આ સમગ્ર મામલે રાજકોટના મોટા સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની SEBI એ પૂછપરછ શરૂ કરી છે. હર્ષ રાવલની પૂછપરછ કરતાં જંગલેશ્વરમાં રહેતા એક શખ્સના એકાઉન્ટમાંથી મોટી લેવડ દેવડ થઈ હોવાનું સામે આવ્યું છે.
SEBI દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત લોકોને ગેરમાર્ગે દોરતી સલાહો આપનાર એક શખ્સની રાજકોટથી અટકાયત કરાઇ છે. વિગતો મુજબ સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની સેબીએ પૂછપરછ કરી છે. જેમાં નક્કી કરેલી કંપનીના પેની શેર ખરીદી અન્યોને ખરીદી કરવાની સલાહ આપતા અને જંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના બેંક અકાઉન્ટનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. જેને હવે SEBI દ્વારા બેંક અકાઉન્ટના માલિકને શોધવા શોધખોળ શરૂ કરી છે