-
ભારતના મોસ્ટ વોન્ટેડ દુશ્મન દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર
-
દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામા આવ્યું હોવાના સમાચાર મળ્યા
-
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની કરાચીની હોસ્પિટલમાં સારવાર !
Dawood Ibrahim : ભારતના મોસ્ટ વોન્ટેડ દુશ્મન દાઉદ ઈબ્રાહિમ Dawood Ibrahim ને લઈને એક મોટા સમાચાર મળ્યા છે. દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામા આવ્યું હોવાના સમાચાર મળ્યા છે. પાકિસ્તાની Pakistan મીડિયાએ આ મોટો દાવો પણ કર્યો છે. જે મુજબ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ Underworld don Dawood Ibrahim ની કરાચી Karachi ની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આ માહિતીની કોઈએ પુષ્ટિ કરી નથી તેમજ કોણે ઝેર પીવડાવવાનો પ્રયાસ કર્યો તેની કોઈ માહિતી પણ મળી નથી. જયારે સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને ઝેર આપ્યું છે. આ કારણે તે હોસ્પિટલમાં દાખલ છે.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચાઓને ટાંકીને કહ્યું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે અનેક અફવાઓ ફેલાઈ રહી છે, જેને ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ બાદ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અપ્રમાણિત અહેવાલોમાં, કારણ ઝેર હોવાનું કહેવાય રહ્યું છે.
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહીમ ભારતમાંથી ભાગેડુ જાહેર Most wanted terrorist and D-Company chief Dawood Ibrahim કર્યો છે. દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ Mastermind of serial blasts in Mumbai હતો. વિસ્ફોટોને અંજામ આપ્યા બાદ તે ભારત છોડીને દુબઈ Dubai ભાગી ગયો હતો. આ પછી તેણે પાકિસ્તાનમાં પોતાનો અડ્ડો બનાવ્યો. તે તેના પરિવાર સાથે ત્યાં રહે છે.
તેની સામે ભારતમાં આતંકવાદી હુમલો, હત્યા, અપહરણ, કોન્ટ્રાક્ટ કિલિંગ, સંગઠિત અપરાધ, ડ્રગ્સ, શસ્ત્રોની દાણચોરી જેવા ઘણા કેસ નોંધાયેલા છે. વર્ષ 2003માં તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં 2011માં, તેને FBI અને ફોર્બ્સની યાદીમાં વિશ્વના ત્રીજા મોસ્ટ વોન્ટેડ ભાગેડુ ગુનેગાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
Deodar APMC : દીઓદર માર્કેટ સમિતિમાં ભુકંપ. ભાજપ સંગઠન દ્વારા આદેશ
11 વર્ષમાં શું બદલાયું… નિર્ભયાની માતાએ મહિલાઓની સુરક્ષા અંગે શું