Ahmedabad News : અમદાવાદમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ‘રુફ્ટોપ સોલાર’ Rooftop Solar વિષય પર બે દિવસીય નેશનલ કોન્કલેવનો પ્રારંભ
આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૨૪ના ભાગરૂપે અમદાવાદમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી (એમએનઆરઇ) તથા રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા રુફ્ટોપ સોલાર વિષય પર આયોજીત બે દિવસીય નેશનલ કોન્કલેવનો નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ Finance, Energy and Petrochemicals Minister Kanubhai Desai ની અધ્યક્ષતામાં પ્રારંભ થયો છે.
આ અવસરે મીડિયાને સંબોધતા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ગુજરાત રાજ્ય રુફ્ટોપ સોલારમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે અને રાજ્ય દ્વારા અમલમા મુકાયેલા શ્રેષ્ઠ પ્રયાસોને અન્ય રાજ્યોને પણ જાણવા મળે તે માટે એમએનઆરઇ અને જીયુવીએનએલ દ્વારા આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ૨૪ કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો આપવાનું વિઝન હતું અને એ ૧૮ વર્ષ પહેલા જ્યોતિ ગ્રામ યોજના (JGY) હેઠળ અમલમાં મૂકવામાં આવી, ગ્રામીણ વિસ્તારોમાં ૨૪ ક્લાક વીજ પુરવઠો આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદી Narendra Modi જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું વિઝન ધરાવતા હતા. આ સાથે ૨૦૧૦માં સૌર નીતિ Solar Policy ને જાહેર કરનારું ગુજરાત Gujarat દેશનું પ્રથમ રાજ્ય હતું. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતની રિન્યુએબલ ક્ષમતા ૨૨.૫ ગીગાવોટ જેટલી વધી છે.
છેલ્લાં ૩ વર્ષમાં ગુજરાતમાં પાંચ લાખ આવાસ પર રુફ્ટોપ સોલાર લાગ્યા
હાલમાં, ભારતની રીનેબલ એનર્જી બાસ્કેટમાં ગુજરાતનો ફાળો લગભગ ૧૫ % છે. રાજ્ય રિન્યુએબલ ઊર્જાના વિકાસને આગળ વધારીને તેના ટકાઉ વિકાસના લક્ષ્યોને પૂર્ણ કરવાનો ઇરાદો ધરાવે છે જે તેને ઊર્જાના મુખ્ય પ્રવાહના સ્ત્રોત તરીકે સ્થાન આપશે તેમજ ભારતની વૈશ્વિક પ્રતિબદ્ધતાના ભાગરૂપે ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટના રાષ્ટ્રીય રિન્યુએબલ ઊર્જાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે.
૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટનું લક્ષ્ય હાંસલ કરવાના વડાપ્રધાનના આહવાન અને ગુજરાત સરકારની પ્રબળ ઈચ્છા શક્તિને અનુરૂપ રહેણાંક યોજના માટેની સોલાર રૂફટોપ સિસ્ટમની ૧૯૫૭ મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવતું ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના ૮૨ % ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ નંબરે છે.
ગુજરાતમાં સોલાર રૂફટોપની અરજીના રજિસ્ટ્રેશનથી લઈ સબસીડી આપવા સુધીની પ્રક્રિયા સરળ બને તે માટે સોલાર રૂફટોપ પોર્ટલ બનાવેલ છે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું. vggs 2024
‘રુફ્ટોપ સોલારમાં ગુજરાત સમગ્ર દેશની ક્ષમતાના ૮૨ ટકા ક્ષમતા સાથે દેશભરમાં પ્રથમ : મંત્રી કનુભાઈ દેસાઈ
ગુજરાતના રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ Residential Solar Rooftop અંગે વાત કરતા મંત્રીએ કહ્યું કે, ગુજરાતનાં આશરે ૫ લાખ વીજ ગ્રાહકોએ ૨૦૧૯થી નવેમ્બર-૨૦૨૩ સુધીમાં રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ થકી ૪૯૦૦ મિલિયન યુનિટ્સ (MUs) ઉત્પન્ન કરેલ છે અને સ્વ-વપરાશના વીજબીલમાં રૂ. ૨૦૦૦ કરોડ ઉપરાંતની વીજ બચત કરી છે અને વધારાની વીજ ઉત્પાદન વીજ કંપનીને આપીને રૂ. ૩૦૦ કરોડની કમાણી કરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગા વોટ કરતાં વધુ ક્ષમતા ધરાવવાની નવીની કરણીય યોજના ધરાવે છે. તાજેતરમાં રાજ્યએ સંકલિત રિન્યુએબલ એનર્જી Renewable Energy નીતિ ઘડી છે. આ પોલિસીમાં અમે ગુજરાતની બહાર વીજળીની નિકાસ માટે કોઈપણ ચાર્જ વગર પરવાનગી આપી છે. આ સાથે ભારતના ૨૦૭૦ સુધીમાં “જીરો કાર્બન”ના આયોજનમાં ઘણા આગળ વધ્યા છીએ અને ગુજરાત ૨૦૪૭ સુધીમાં જીરો કાર્બન Zero carbon થઇ જાય તેવું આયોજન છે.
કોવિડ-૧૯ Covid-19 બાદ રાજ્યની મહત્તમ વીજ માંગમાં ૧૮૪૦૦ મેગાવોટ (૨૦૧૯) થી ૨૪૫૦૦ મેગાવોટ (૨૦૨૩) સુધીનો 30 ટકાથી વધુનો વધારો નોધાયો છે. કેન્દ્રીય ગૃહ, ઊર્જા, કોલસા અને રેલ્વે મંત્રીના સહકારને કારણે, ગુજરાતે સફળતાપૂર્વક વધેલી વીજ માંગ પૂરી કરી છે અને સતત વીજ પુરવઠો પૂરો પાડ્યો છે. ૨૦૩૦ સુધીમાં રાજ્ય માટે આશરે ૮,૦૦૦ મેગાવોટ/૪૦,૦૦૦ મિલિયન યુનિટ્સ એનેર્જી સ્ટોરેજનો જરૂરિયાતનો અંદાજ મૂક્યો છે. તેને ધ્યાનમાં લેતા અમે પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પ્રોજેક્ટ માટે પણ આયોજન કરી રહ્યા છીએ એમ તેમણે જણાવ્યું હતું
કચ્છના ખાવડા પ્લાન્ટ અંગે વાત કરતા કનુભાઈ દેસાઈએ કહ્યું કે, કચ્છ જિલ્લાના ખાવડા Khawda of Kutch district ખાતે 30 ગીગાવોટ નો વિન્ડ-સોલર હાઇબ્રિડ પાર્ક બનવા જઇ રહ્યો છે. આ સાથે ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૨ ગીગાવોટ ઓફશોર પાવર મેળવવાનું આયોજન કરી રહ્યું છે. સોલાર સિટી એવા મોઢેરા નગરને “આત્મનિર્ભર” અને “સ્માર્ટ વિલેજ” બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે જે પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ ઊર્જા મેળવે છે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રેસિડેન્શિયલ સોલાર રૂફટોપ માટેની “સૂર્ય ગુજરાત” યોજનાની સોસીયો ઇકોનોમિક ઇમ્પેક્ટ (સામાજિક અને આર્થિક અસરો) માટે એમએસ યુનિવર્સિટી વડોદરા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જે સર્વેના અહેવાલને પણ આજના કોંકલેવમાં જાહેર કરવામાં આવ્યા હતા.
આ અહેવાલનો નિષ્કર્ષ બતાવે છે કે ગુજરાતના વીજ ગ્રાહકો કે જેમણે સોલાર રૂફટોપ લગાવી છે તેઓ ઘણા ખુશ છે અને તેઓએ સોલાર રૂફટોપ લગાવવા માટે જે “સૂર્ય-ગુજરાત પોર્ટલ” વિકસાવેલ છે તેને વખાણેલ છે અને ૯૦ ટકા લોકોએ ૫ માંથી ૪ સ્ટાર આપેલ છે.
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જીના સેક્રેટરી ભૂપિન્દર સિંઘ ભલ્લા Bhupinder Singh Bhalla, Secretary, Ministry of New and Renewable Energy, Government of India એ કહ્યું કે, દેશમાં રૂફ્ટોપ સોલાર વધારવાની દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રૂફટોપ સોલારમાં હાલ ગુજરાત સૌથી અગ્રેસર છે.
ભલ્લાએ કહ્યું હતું કે, આ કોંકલેવ થકી આપણે સૌ રૂફટોપ પોલીસી વિશે વિચાર વિમર્શ કરી શકીશું અને આવનારા સમયમાં હજુ સારો બદલાવ લાવી શકીશું. આ પ્રકારના કોંકલેવથી સરકારને પણ ફાયદો થતો હોય છે તેવું તેમણે ઉમેર્યું હતું.
આ કોન્કલેવના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના એનર્જી અને પેટ્રોમેટિકલ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મમતા વર્મા, ગુજરાત રાજ્યના જીયુવીએનએલના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જીના જોઈન સેક્રેટરી દિનેશ જગદાલે પણ ઉપસ્થિત રહેશે.
આ નેશનલ કોન્કલેવ National Conclave માં ગુજરાત ઉપરાંત અન્ય વિવિધ રાજ્યો અને યુનિયન ટેરિટરીના ઊર્જા વિભાગના વડાઓ, વીજ વિતરણ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કાર્યક્રમ
પીએમ મોદીએ વિજય દિવસ મહત્વની ભૂમિકા ભજવનાર સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી