16 ડિસેમ્બર, 2012ના રોજ દિલ્હીમાં સામૂહિક બળાત્કાર બાદ જીવ ગુમાવનાર 23 વર્ષની પેરામેડિકલ સ્ટુડન્ટ (નિર્ભયા)ની માતાએ કહ્યું કે 11 વર્ષ થઈ ગયા, પરંતુ કંઈ બદલાયું નથી. તેમણે કહ્યું કે બધાના સહયોગથી તેમને ન્યાય મળ્યો, પરંતુ નીચલી અદાલતોમાં 10-12 વર્ષથી ઘણા કેસ પેન્ડિંગ છે. સામૂહિક બળાત્કારની ઘટનાને લઈને દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં છ લોકોએ એક વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો અને તેને રસ્તા પર ફેંકી દીધી. 29 ડિસેમ્બર 2012ના રોજ સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીની નિર્ભયા તરીકે ઓળખાતી હતી.
રાષ્ટ્ર્રીય રાજધાનીમાં ૨૦૨૨ માં મહિલાઓ વિદ્ધના ગુનાના ૧૪,૧૫૮ કેસ નોંધાયા હતા, ત્યારબાદ મુંબઈ (૬,૧૭૬) અને બેંગલુ (૩,૯૨૪) હતા. ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ દિલ્હીમાં સામૂહિક બળાત્કાર બાદ જીવ ગુમાવનાર ૨૩ વર્ષની પેરામેડિકલ સ્ટુડન્ટ (નિર્ભયા)ની માતાએ કહ્યું કે ૧૧ વર્ષ થઈ ગયા, પરંતુ કઈં બદલાયું નથી
કેસની સુનાવણી શરૂ થવાના થોડા દિવસો પહેલા છ આરોપીઓમાંથી એક રામ સિંહે કથિત રીતે તિહાર જેલમાં આત્મહત્યા કરી હતી, જ્યારે કિશોર આરોપીને ત્રણ વર્ષ સુધાર ગૃહમાં વિતાવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યો હતો. અન્ય ચાર દોષિતો મુકેશ સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષય કુમાર સિંહ (31)ને 20 માર્ચ, 2020ના રોજ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે દાવો કર્યો કે હવે પણ જ્યારે પણ બળાત્કારની ઘટનાઓ બને છે ત્યારે પીડિતાની સાથે કોઈ ઉભું નથી. તેમણે કહ્યું કે અમને ન્યાય મળ્યો કારણ કે આખો દેશ અમારી સાથે હતો. ઝડપી અદાલતે અમારી પુત્રીને ન્યાય અપાવવામાં મદદ કરી. નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે મહિલાઓ વિરૂદ્ધ ગુનાના મામલા હજુ પણ ઓછા નથી થયા. તેમણે કહ્યું, કાયદા બન્યા, પરંતુ કંઈ થયું નહીં.
કેટલીકવાર આપણે એ વિચારીને નિરાશ થઈ જઈએ છીએ કે કંઈપણ બદલાવાનું નથી. ઘણા કેસો અમારી પાસે પણ આવે છે અને અમે તેમને ફક્ત અમારું નૈતિક સમર્થન આપી શકીએ છીએ. નિર્ભયાની માતાએ કહ્યું કે સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે. તેમણે કહ્યું કે પરિવર્તન આવવું જોઈએ, સમયસર ન્યાય મળવો જોઈએ અને પોલીસ પણ યોગ્ય રીતે કામ કરે.