છાત્રાલયમાં કોમન રૂમ, લિવિંગ કમ ડાઇનિંગ રૂમ, બેડરૂમ, કોમ્પ્યુટર રૂમ, વિઝીટર રૂમ, ભોજનાલય, કીચન, ડીસેબલ ફ્રેન્ડલી રૂમ, સ્ટોર રૂમ સહિત સિકયુરીટી રૂમ જેવી આધુનિક સુવિધાઓ હશે
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે પાલનપુર ખાતે સરકારી કુમાર છાત્રાલય (યુનિટ-૨)નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સરકારી કુમાર છાત્રાલય, પાલનપુર ખાતે કાર્યરત છે. જેમાં ૧૧૫ વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા તથા જમવાની સગવડ તેમજ રમતગમતના સાધનો, સામાયિકો, વિગેરે સરકારશ્રી દ્વારા પુરા પાડવામાં આવે છે.
બનાસકાંઠા જીલ્લાના વાવ, થરાદ, સુઇગામ અને ધાનેરા જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજ રોજ ૧૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા સરકારી કુમાર છાત્રાલય(યુનિટ- ૨), પાલનપુરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓ માટે ૧૬ રૂમો જેમાં કોમન રૂમ-૦૧, લિવિંગ કમ ડાઇનિંગ રૂમ-૦૧, બેડરૂમ-૦૧, કોમ્પ્યુટર રૂમ-૦૧, વિઝીટર રૂમ-૦૧, ભોજનાલય-૦૧, કીચન -૦૨, ડીસેબલ ફ્રેન્ડલી રૂમ-૧, સ્ટોર રૂમ-૨, રેકર્ડ રૂમ-૦૧, ઇલેકટ્રિક રૂમ-૦૩, વોટર કુલર વીથ આર.ઓ. પ્લાન, વોશ એરીયા, ટોયલેટ બ્લોક તથા સિકયુરીટી રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે. જેના થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે નવા શિખરો પ્રાપ્ત કરી શકશે.
સરકારી કુમાર છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, સંયુક્ત નિયામકશ્રી આર.બી.ખેર, નાયબ નિયામકશ્રી ભાવિકાબેન પટેલ, નાયબ નિયામકશ્રી એમ.કે.સોલંકી, નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ, પાલનપુર, સમાજ કલ્યાણ અધિકારીશ્રી ચૌધરી ચેતનાબેન, નગરપાલિકા પ્રમુખશ્રી ચીમનભાઈ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ સક્સેના, અગ્રણીશ્રી ગિરિશભાઈ જગાણીયા, અમિષપુરી ગોસ્વામી સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, છાત્રાલયના કર્મચારીગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.