અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં તા. 15 ગુરુવારના રોજ ઈન્ટર કોલેજ એથ્લેટિક્સ સ્પોર્ટ્સ ઈવેન્ટ યોજાઈ હતી એજ સમયે સિન્થેટિક ટ્રેકની આસપાસના ગંદકીના ઢગલાના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. ગ્લોબલાઈઝેશન અને નોલેજ બેઝ ઈકોનોમિને લગતા વૈશ્વિક એકેડેમિક કાર્યક્રમો જેવા આયોજનનું ગૌરવ લેતી ગુજરાત યુનિવર્સિટીમાં જાણે સ્વચ્છતા મિશન જ વિસરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ઈન્ટર કોલેજ એથ્લેટિક્સ ઈવેન્ટ સમયે જ ગ્રાઉન્ડ પર ગંદકીના ઢગે જાણે સામ્રાજ્ય બનાવ્યું હોય ત્યારે સફાઈ એજન્સી સામે અનેક ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન હોવાના આક્ષેપ લાગી રહ્યા છે
ગુજરાત યુનિવર્સિટીમાં સાફ સફાઈ માટે સન એન્ટર પ્રાઈઝ નામની પ્રાઈવેટ એજન્સીને દર મહિને આશરે રૂ. 21 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં યુનવર્સિટી કેમ્પસમાં અનેક જગ્યા પર કચરા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે આ મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. અને કેમ્પસમાં સાફ સફાઈ અને કચરાના નિકાલ અંગે સફાઈ એજન્સી સામે અનેક ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
યુનિવર્સિટી કેમ્પસના આ સ્થળોએ કચરાના ઢગ ફેલાયેલા છે
- બી કે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ બિલ્ડીંગના પાછળના ભાગે.
- સુભાષ ચન્દ્ર બોઝ પ્રવેશ દ્વારા અને કન્ઝ્યુમર્સ સ્ટોર્સની વચ્ચે
- ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ અને ફિઝિકલ ડિપાર્ટમેન્ટની વચ્ચે
- અટલ-કમલમ ઈનોવેશન સેન્ટરની સામે
ગુજરાત યુનિવર્સિટીમાં સફાઈનો કોન્ટ્રાક્ટ એસ્ટેટ વિભાગના સંકલનથી પ્રાઈવેટ એજન્સીને અપાયો છે. ગંદકી બાબતે એસ્ટેટ વિભાગના કર્મચારી અને હાઉસ કીપિંગ એજન્સીને ત્રણ દિવસમાં ખુલાસો રજૂ કરવા માટે કહેવાશે. આ ઉપરાંત ફરીવાર આમ ના થાય તે માટે તકેદારી રાખવા માટે જણાવાશે