Jain News : અમદાવાદ Ahmedabad થી ધોળકા રોડ Sarkhej Dholka Road પર વહેલી સવારે વિહાર યાત્રા Vihar દરમિયાન જૈન સમાજ Jain ના એક સાધ્વીજી ભગવંત નો રોડ અકસ્માત માં કાળધર્મ થયો.
આજે વહેલી સાવરે 6:15 કલાકે સરખેજ ધોળકા રોડ પર બાકરોલ ચોકડી પાસે વિહાર કરી રહેલ આગમોદ્વારક સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના સમુદાય ના પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પૂર્ણતાશ્રીજી મહારાજ સાહેબ (પુણી મ. સા.) નો ટર્બો ટ્રક સાથે અકસ્માત થતાં ઘટના સ્થળે જ પૂજ્ય સાધ્વીજી ભગવંત નો કાળધર્મ થયો.
અકસ્માત ની ઘટના એટલી ભયાનક હતી કે લોકો ના રુવે રૂવા કંપી ઉઠયા છે
આગમોદ્વારક સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના સમુદાય ના વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી દૌલતસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આજ્ઞાવર્તી પૂજ્ય સાધ્વીજી શ્રી નિરુપમાશ્રીજી મહારાજ સાહેબ ની પ્રશિષ્યા પૂજ્ય સાધ્વીજી ભગવંત પૂર્ણતા શ્રીજી મહારાજ સાહેબ (પુણી મ. સા.) આદિ ઠાણા સરખેજ ધોળકા રોડ પર બાકરોલ ચોકડી Bakrol Chowk on Sarkhej Dholka Road પાસે ભુવનભાનુ જૈન દેરાસર આગળ વિહાર કરી રહ્યા હતા ત્યારે એક મોટો ટર્બો ટ્રક મહારાજ સાહેબ jain Maharaj saheb ઉપર ફરી વળ્યો જેને લઈને પૂજ્ય ગુરુભગવંત નો ઘટના સ્થળે જ કાળધર્મ Kaldharm થયો છે
પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પૂર્ણતાશ્રીજી મહારાજ સાહેબ (પુણી મ. સા.)
જૈન jain સમાજ માટે આ ખૂબ જ દુખદ ઘટના છે.
જય જય નંદા
જય જય ભદ્દા
પૂજ્ય સાધ્વીજી ભગવંત ની પાલખી ની વિગત આગામી સમય માં જાહેર કરાશે.
સર્વે લોકો ને 12 નવકાર ગણવા વિનંતી
નવા વર્ષ માટે કેલેન્ડર ગોઠવતી વખતે આ ભૂલો ન કરો, તમને અશુભ પરિણામ મળી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 17 ડિસેમ્બરે નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ધાટન કરશે