- સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડ્યું, નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર
- ઉદ્ઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે સતત પ્રયાસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી Narendr Modi રવિવારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. વડાપ્રધાનના આગમનને લઈને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અજયકુમાર તોમારે સુરતમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યું છે. ડાયમંડ બુર્સની આસપાસનો બે કિ.મીમાં નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
ડાયમંડ બુર્સની અંદર-બહારનો વિસ્તાર નો ડ્રોન ફલાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સથી એરપોર્ટ સુધી કંઈ પણ ઉડાડી શકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 17 ડિસેમ્બરે નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ધાટન કરનાર છે. આ સાથે જ એરપોર્ટના નવા વિસ્તરણ યોજનાનું અનાવરણ કરે તેવી શક્યતા છે. હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ બનાવાયું છે. 15 માળના 9 ટાવરમાં અંદાજે 4 હજાર 500 ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો છે.
સહકારી ધોરણે 3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદ્ધાટનની તારીખ ફાઇનલ છે.ત્યારે આ ઉદ્ધાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદ્ધાટન સમારોહમાં સહભાગી થશે.
ઉદ્ઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની રહેનાર છે.