Gujarat Khedut News : કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરતા ખેડૂતોમાં રોષ
દેશભરમાં ડુંગળીના ભાવ વધવા લાગતા કેન્દ્ર સરકારે ડુંગળી onion ને બ્રેક મારવા નિકાસબંધી Onion export ban લાદી દેવામાં આવી છે. જેના કારણે ભાવ પણ ગગડી ગયા છે. અને ઉપરથી સૌરાષ્ટ્રના અનેક યાર્ડમાં વેપારીઓ માલ ઉપાડતા નથી ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોમાં આ મામલે રોષ ફેલાયેલો છે.
એટલું જ નહીં ગોંડલ અને મહુવા પથકના ખેડૂતોએ યાર્ડમાં ડુંગળીના પુરતા ભાવ નહીં મળતા હાઈવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યુ હતું. તો વિસાવદરમાં પણ ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠલવીને રોષ વ્યક્ત કર્યો છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે State Agriculture Minister Raghavji Patel મહત્ત્વની બેઠક બોલાવી
ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પેટલે મહત્ત્વની બેઠક બોલાવી હતી. આને આ બેઠકમાં સૌરાષ્ટ્ર એપીએમસીના હોદ્દેદારોને બોલાવવામાં પણ આવ્યા છે.
ખેડૂતો જણાવી રહ્યા છે કે દેશભરમાં માત્ર કર્ણાટક Karnataka માં નિકાસબંધી નથી જે અન્યાયી છે. સરકારની સબસિડી Government subsidy અમારે જોઈતી નથી, અમને અમારી જણસોના પૂરા ભાવ જોઈએ તેમ કહીને નિકાસબંધી Export નહીં હટાવાય તો ગોંડલ માર્કેટ યાર્ડ Gondal Market Yard માં કોઈ પણ કૃષિપેદાશની હરાજી નહીં થવા દેવા ચિમકી ઉચ્ચારી છે.
સૌરાષ્ટ્રના saurashtra અનેક યાર્ડમાં વેપારીઓ ડુંગળીનો માલ ઉપાડતા નથી
ત્યારે જૂનાગઢ Junagadhજિલ્લામાં ખાંભા (ગીર) પંથકમાં ડુંગળીનું 90 ટકા ખેડૂતો વાવેતર થયું છે, આ ગામથી ખેડૂતો ડુંગળી વેચવા માટે વિસાવદર માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા પરંતુ, ત્યાં વેપારીઓએ માલ નહીં ઉપાડતા વાહનનો ખર્ચ કરીને લઈ જવાયેલ ડુંગળીને પરત લાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ખેડૂતોએ રોષભેર વિસાવદર પહોંચીને ત્યાં સરદાર ચોકમાં બે ટ્રેક્ટર જેટલી ડુંગળીના ઢગલા કરીને રોષ વ્યક્ત કરવા સાથે વિરોધપ્રદર્શન કર્યું હતું જે અન્વયે પોલીસે કેટલાક ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી અને બાદમાં મુક્ત કર્યા હતા.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ મંજૂર, જાણો કેટલો સમય રહેવું પડશે જેલ માં ?
રાજસ્થાનમાં બની ભજનલાલની સરકાર, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા