કોરોના મહામારી જેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે કેન્દ્ર સરકાર અગમચેતીના પગલાં ભર્યા
રોગની ગંભીરતાને લઈ રાજ્ય સરકારોને માર્ગદર્શિકા મોકલી
ચીનમાં ફેલાયેલા વાયરસને લઈ વિશ્વભરના દેશોમાં ચિંતા ફેલાઈ છે. વર્ષ-૨૦૨૦માં ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો અને વિશ્વના ઘણા દેશોમાં કોરોનાએ માથું ઊંચક્યું હતું જેમાં ભારતમાં પણ હાહાકાર મચ્યો હતો. ત્યારે ચીનમાં ફરી ન્યૂમોનિયા પ્રકારનો રોગ ફેલાયો છે અને જેણે લઈ કેન્દ્ર સરકાર એલર્ટ મોડ ઉપર છે અને રોગની ગંભીરતાને લઈ રાજ્ય સરકારોને માર્ગદર્શિકા પણ મોકલી આપવામાં આવી છે. બીજી તરફ ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે અને ૧૯મી ડીસેમ્બર સુધી હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવી શકે છે.
ચીનમાં ન્યૂમોનિયા જેવા પ્રકારનો રોગ ફેલાયો છે જેના કારણે સ્થિતિ ગંભીર બની છે અને વિશ્વના અન્ય દેશો પણ એલર્ટ થઈ ચૂક્યા છે. ભારતમાં પણ ફરીથી કોરોના મહામારી જેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે કેન્દ્ર સરકાર અગમચેતીના પગલાં ભરી રહ્યં છે. અને રાજ્યનો આરોગ્ય વિષયક માર્ગદર્શિકા મોકલી આપવામાં આવી છે. દરેક રાજ્યોને પૂરતો દવાનો સ્ટોક રાખવા, જરૂરી બેડ રાખવા તેમજ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા માટે પણ જણાવ્યું છે. ચીનના વાઈરસને લઈ ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને ૧૯મી ડીસેમ્બર સુધી હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલોમાં ઓક્સિજનથી લઈ પીપીઈ કીટ, દવાઓની ચકાસણી કરાશે. અમદાવાદ સિવિલમાં જ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને સુપિટેન્ડેન્ટના જણાવ્યા પ્રમાણે ૩૦૦ બેટની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, ચીનમાં ફેલાયેલો વાયરસ એ ન્યૂમોનિયા જેવો રોગ છે.