સૌથી વધુ મહિલા હિતમાં સરકારે અનેક કામ કર્યા કરી વાત
કેન્દ્રમાં ભાજપ સરકારને 9 વર્ષ આજે પૂર્ણ થયા છે. ત્યારે મનસુખ માંડવિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીની ભાજપ સરકારના કાર્યો વિશે માહિતી આપી હતી.
જેમાં તેઓએ જણાવ્યું છે કે, સૌથી વધુ મહિલા હિતમાં સરકારે અનેક કામ કર્યા છે.
Mansukh Mandavya એ વધુમાં જણાવ્યું કે મિશન શક્તિ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે. સરકારની નારી લક્ષી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. પહેલા દર હજારે 918 મહિલાઓ હતી પરંતુ હવે દર હજારે 934 મહિલાઓ છે.તેમજ મહિલા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આગળ આવી છે. અને સરકાર દ્વારા મહિલા સ્ટાર્ટઅપ માટે કામ કરવામાં આવ્યું હતુ .
10 લાખથી લઇ 1 કરોડ સુધી લોનની વ્યવસ્થા કરવામાં આવ્યાની વાત સાથે તેમણે આંકડા આપતા જણાવ્યું કે 4 કરોડ ઘરોમાં મહિલાઓને 70 ટકા લાભ મળ્યો છે.
વધુમાં તેઓ જણાવેલ કે,નમો ડ્રોન દીદી પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. જેને લઇને મહિલાઓને ખેતીમાં પણ રોજગારીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નારી શક્તિ વંદન કાયદો લાવવામાં આવ્યો છે.જેથી સંસદ અને વિધાનસભામાં મહિલાઓની ભાગીદારી વધશે. આ ઉપરાંત 10 કરોડ ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ઉપરાંત 12 કરોડથી વધુ શૌચાલય બનાવી અપાયાની વાત તેઓએ કરી હતી.