સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. આ મામલે હરિયાણાના જીંદની એક મહિલા નીલમની ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ ત્યાંનાં ખેડૂતો નીલમના સમર્થનમાં આવ્યા હતા. જીંદમાં આજે ખેડૂત સંગઠનો વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોનું કહેવું છે કે જો છોકરીને વહેલી તકે છોડવામાં નહીં આવે તો તેઓ જીંદની ઐતિહાસિક જમીન પરથી મોટો નિર્ણય લેશે. આજે 11 વાગ્યે જીંદના ઉચાના ખાતે ખેડૂતો એકઠા થશે. ખેડૂત નેતા આઝાદ પાલવનું કહેવું છે કે નીલમે જે કર્યું તે યોગ્ય હતું કારણ કે દેશમાં બેરોજગારી સતત વધી રહી છે.
મળતી જાણકારી અનુસાર હરિયાણાના જીંદમાં ખાપ પંચાયતે નીલમનું સમર્થન કર્યું હતું. એમનું કહેવું છે કે નીલમે જે કર્યું એ બરાબર જ કર્યું છે અને તેને વહેલી તકે છોડી દેવી જોઈએ. જો આવું ન થયું તો પંચાયત બોલાવીને આ વિશે ચર્ચા થશે. નીલમ ભણેલી છોકરી છે અને તે ખેડૂતો સામેના ત્રણ કાળા કાયદા સામેના ખેડૂતોના પ્રદર્શનમાં તેમ જ જંતર-મંતર પર ખેલાડીઓના વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ થઈ હતી. હવે તે બેરોજગારીના મુદ્દા સામે લડાઈ લડી રહી છે.