અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ શહેરમાં વધુ 12 ઈલેક્ટ્રિક વાહન ચાર્જિગ સ્ટેશન બનશે. આ સાથે શહેરમાં 3 ઈલેક્ટ્રક ચાર્જિગ સ્ટેશન ઝડપથી કાર્યરત થશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આગામી મહિને આ તમામ ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.
મોદી અને ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા નવી EV પોલીસી તૈયાર કરવામાં આવી છે. આ તરફ આ પોલીસીને લઈ હવે ગુજરાત સહિત દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા PPP ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.
અહેવાલો મુજબ અત્યાર સુધી 9 ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયા છે જ્યારે બાકીના 3 આગામી દિવસોમાં ઝડપથી બનીને તૈયાર થઈ જશે.