ઈન્કમટેક્સ એસેસમેન્ટ કેસમાં ગાંધી પરિવાર અને AAPની અરજી પર સુપ્રીમ કોર્ટ આગામી 28 નવેમ્બરે સુનાવણી કરશે. કોર્ટે શુક્રવારે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની તેમજ આમ આદમી પાર્ટી (AAP)ની અરજીઓ પર સુનાવણી 13 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે, આ મામલે આજે ફરી સુનાવણી થશે.
તપાસની જવાબદારી સેન્ટ્રલ સર્કલ પર
ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચે જણાવ્યું હતું કે તેમને રાહત આપવાનો ઇનકાર કરતા દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી તેમની અરજીઓ પર હજુ સુધી નોટિસ જારી કરવામાં આવી નથી. આ બેંચમાં જસ્ટિસ એસવીએન ભટ્ટી પણ સામેલ હતા.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ કેસમાં ઔપચારિક નોટિસ જારી કરવી ‘જરૂરી નથી’ અને કોર્ટ દ્વારા અગાઉ સૂચવ્યા મુજબ આવકવેરા વિભાગ કોઈ અંતિમ આકારણી આદેશ પસાર કરશે નહીં. સંજય ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, રાજીવ ગાંધી ફાઉન્ડેશન, જવાહર ભવન ટ્રસ્ટ અને યંગ ઈન્ડિયન્સ દ્વારા પણ આવી જ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં, બેન્ચે આજે આવકવેરા વિભાગને આગામી સુનાવણીની તારીખ, 13 ડિસેમ્બરે સંબંધિત ફાઇલ લાવવા જણાવ્યું છે.