ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીતીને ખાતું ખોલાવનાર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાયાણી રવિવારે બપોરે 3 વાગે ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકના ધારાસભ્ય ભાયાણી 2017 સુધી ભાજપમાં હતા. વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપ છોડીને AAPમાં જોડાયા હતા.
ગુજરાતના વિસાવદરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણીએ હવે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. રવિવાર બપોર સુધી ભાયાણી ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લેશે તેવી માહિતી હતી, પરંતુ અચાનક તેમણે ભાજપનું સભ્યપદ લેવાની ના પાડી દીધી અને પક્ષને બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ જનતાને પૂછ્યા બાદ જ આ નિર્ણય લેશે.
હવે આમ આદમી પાર્ટીમાંથી એક ધારાસભ્ય ઓછુ થવા જઇ રહ્યુ છે. ગુજરાતના ઇતિહાસમાં જોવા મળ્યુ છે કે 182 ધારાસભ્યો ક્યારેય સતત સત્તા જાળવી રાખતા જોવા મળતા નથી.વિધાનસભા ખંડિત રહેતી હોય છે.સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી માટે ભૂપત ભાયાણી ખૂબ જ મોટુ સેટબેક કહી શકાતુ હતુ.ગુજરાતમાં માત્ર પાંચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે હતી. જો કે હવે તેઓ આપ સાથે છેડો ફાડતા માત્ર ચાર ધારાસભ્ય આપ પાસે રહેશે.
મળતી માહિતી પ્રમાણે ભૂપત ભાયાણી ઘણા સમયથી ભાજપના સંપર્કમાં હતા.ગઇકાલે મોડી રાત્રે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આપ પાટીલ સાથે પણ તેમની મુલાકાત થઇ હતી.ત્યારે હવે કહી શકાય કે ભાજપ આમ આદમી પાર્ટીમાં ભંગાણ કરવામાં સફળ થઇ છે.અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવતા જોવા મળતા હતા, જો કે આ વખતે આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આજે જ ભૂપત ભાયાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.