- 5.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવતા ભય ફેલાયો
અફઘાનિસ્તાનમાં મંગળવારે સવારે જોરદાર ભૂકંપના કારણે ધરા ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આને ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સવારે લગભગ 7.03 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, અત્યાર સુધી ભૂકંપના કારણે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે તેમજ કેટલી જાન-માલનું નુકસાન થયું છે તેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપ આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં 5.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવતા ભય ફેલાયો હતો. સવારે લગભગ 7.03 કલાકે આંચકો અનુભવાયો હતો. જો કે, અત્યાર સુધી ભૂકંપના કારણે કેટલા લોકો ઘાયલ થયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તારો પૈકીના એક એવા આ પર્વતીય દેશમાં ઓક્ટોબરમાં આવેલા સૌથી ભયંકર આંચકામાં હજારો લોકો માર્યા ગયા હતા. તેમજ જ્યારે ૮ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.