- છેલ્લા એક વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે અનેક સિદ્ધિઓ મેળવી
ગુજરાતમાં વિકાસની સતત હરળફાળ ભરવા સાથે ગુજરાતમાં 156 બેઠકો પર અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. તમામ અવરોધોને પાર કરી ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલના મૃદુ પરંતુ મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં એક પછી એક સિદ્ધિઓ મેળવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે અનેક એવી સિદ્ધિઓ મેળવી છે કે જેની નોંધ ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ લેવાઇ તે ગુજરાત માટે ગૌરવ સમાન છે. તેમજ તમામ વર્ગના લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ લાગુ કરી લોકોના હ્રદય સમ્રાટ બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદમાં સૌ દાદા ના હુલામણા નામથી ઓળખે છે. G-20 બેઠકોનું સફળ આયોજન હોય કે પછી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત કરોડોના રોકાણો માટે MOU હોય, ખેડૂતો હોય કે મહિલાઓ, કે પછી હોય યુવાનો, ભૂપેન્દ્ર પટેલ સરકારે તમામ વર્ગના લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ લાગુ કરીને લોકોના હ્રદય સમ્રાટ બન્યા છે.
ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી વિકાસ પહોંચાડી વંચિતો અને આદિવાસીઓને પણ વિકાસના સહભાગી બનાવવા સાથે લોકો સુધી અનેક યોજનાઓ પહોંચાડી છે.જો કે છેલ્લા એક વર્ષ દરમિયાન દાદાની સરકાર સામે અનેક પડકારો સામે આવ્યા હતા, પરંતુ દાદાએ તેમના નેતૃત્વ થકી તમામ પડકારોનો સામનો કર્યો છે. જેમાં જો વાત કરીએ તો પેપર લીકની ઘટનાઓ હોય કે પછી મોરબી બ્રિજ દુર્ઘટના હોય, કે પછી સરકારી કર્મચારીઓના આંદોલન હોય, સરકારે ત્વરિત અને પ્રજાના હિત માટે જરૂરી જણાય ત્યાં કડક પગલાં ભર્યા છે. આમ ભૂપેન્દ્ર પટેલની સરકાર જન જનની દરકાર લેતી હોવાનો લોકોને અહેસાસ કરાવ્યો. ભૂપેન્દ્ર પટેલ સરકારને 1 વર્ષ પૂર્ણ કરવા સાથે વિકાસની ભરમાર આપ્યા બાદ 2024માં 26 બેઠક પર હેટ્રિક સર્જવાનો પડકાર સામે તેઓનું મક્કમ મનોબળ જોવા મળી રહ્યું છે..