શહેરના નારોલ-વિશાલા-સરખેજ નેશનલ હાઇવે નંબર 8 પરનો વિશાલા બ્રિજ સમારકામ માટે એક તરફથી બંધ કરવામાં આવ્યો છે. વિશાલા સર્કલથી નારોલ તરફ જતો એક સાઈડનો રોડ બંધ કરી નારોલ તરફથી વિશાલાનો એક સાઈડનો ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે અને કોઈક જગ્યાએ મેટ્રોનું કામ ચાલે છે તો કોઈ જગ્યાએ રસ્તાનું કામ ચાલુ જોવા મળશે. એવામાં વધુ એક બ્રિજને બંધ કરાયો હોવાનાં સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદનાં વિશાલા બ્રિજ એક સાઈડ બંધ કરાયો છે. વધારે ચિંતાની બાબત એ છે કે આ બ્રિજ ચાર મહિના સુધી એક સાઈડથી બંધ જ રહેવાનો છે. આ અગાઉ પણ બ્રિજ પરથી મોટા વાહનો પસાર કરવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો અને હવે ફરીથી આ જ પ્રકારનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. એક્સપાન્શન જોઇન્ટ અને બીજા બે રિપેરિંગ કરવાનું હોવાથી હજુ ચાર મહિના સુધી લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બ્રિજની સામેની બાજુ ટુ વે કરવામાં આવ્યો છે. બેરીકેડ્સ લગાવવામાં આવ્યા છે અને હાલનાં દિવસોમાં પણ ટ્રાફિક જોવા મળી રહે છે.
સૌથી મોટી તકલીફ તો રહીશોને ટ્રાફિક જામની જ પડશે કારણ કે હવે બ્રિજ એક સાઈડ બંધ કરાતાં ટ્રાફિકજામ થશે બ્રિજ પરથી ટુ વે કરવામાં આવ્યો છે અને સાથોસાથ મોટા વાહનો બ્રિજ પરથી પસાર નહીં થઈ શકે જે આસપાસનાં વિસ્તારોમાં પણ આ જ સમસ્યા ઊભી કરશે. આ અગાઉ થોડા મહિના પહેલા જૂન માસમાં શહેરના વિશાલા નારોલ નેશનલ હાઇવેના બ્રિજને લઇને સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે પણ બ્રિજ પરથી હવે મોટા વાહનો પસાર નહીં થઈ શકે એવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ જર્જરિત હોવાને કારણે બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રશાસને પ્રતિબંધ મૂક્યો હતો