પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના સંકેતો
નાણા મંત્રાલય અને ઓઈલ મંત્રાલય ક્રૂડ ઓઈલના વર્તમાન ભાવ પર વિચારણા કરી રહી છે
દેશમાં 20 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે હવે રિપોર્ટ સામે આવ્યો છે કે ઈંધણની કિંમતમાં ટૂંક સમયમાં જ ઘટાડો જોવા મળી શકે છે. એક રિપોર્ટ મુજબ, સરકારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈના ફાયદા ગ્રાહકો સુધી પહોંચાડવા ના માર્ગો પર ચર્ચા કરી રહી છે.
2022માં પેટ્રોલ પર 17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 35 રૂપિયા પ્રતિ લીટરની ખોટ બાદ OMC હવે પેટ્રોલ પર 8-10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 3-4 રૂપિયા પ્રતિ લીટરનો નફો કરી રહ્યાનું જાણવા મળ્યું છે.
જે બાદ રિપોર્ટ મુજબ ઓઈલ મિનિસ્ટ્રી ઓએમસી સાથે ક્રૂડ ઓઈલ અને છૂટક કિંમત અંગે ચર્ચા પણ કરી ચૂકી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હવે નફો કરી રહી છે, તેથી સરકારે લોકોને થોડી રાહત આપવા માટે આ બાબતે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે. ત્યારે આ બાબતે નાણા મંત્રાલય અને ઓઈલ મંત્રાલય ક્રૂડ ઓઈલના વર્તમાન ભાવ પર વિચાર કરી રહ્યા છે. OMC નફાકારકતા ઉપરાંત, તેઓ વૈશ્વિક પરિબળોની પણ ચર્ચા કરી રહ્યા છે.
છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં મજબૂત નફાને કારણે OMCની ખોટ ઓછી થઈ છે. OMCs – IOC, HPCL અને BPCL -નો સંયુક્ત નફો છેલ્લા ક્વાર્ટરમાં રૂ. 28,000 હજાર કરોડ હતો. OMCની અંડર-રિકવરી પૂરી થઈ ગઈ હોવાથી, સરકાર વિચારી રહી છે કે ગ્રાહકોને પણ તેનો લાભ મળવો જોઈએ. આ સપ્તાહની શરૂઆતમાં, ઘટતી માંગ અને OPEC+ સપ્લાય કટને લંબાવવાની અનિશ્ચિતતા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો.