- ત્રિદિવસીય ઈવેન્ટમાં વિવિધ વિષયો પર ચર્ચા સાથે વિવિધ સંસ્થા સાથે MOU
- ઈન્ડિયા કોન્ક્લેવનું (CIC) આયોજન 7 થી 9 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરમાં યોજાયું
ગાંધીનગરમાં 14 માં કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવનું (CIC) આયોજન કરવામાં આવ્યું. ભારતને મિટિંગ્સ, ઈન્સેન્ટીવ, કન્વેન્શન અને એક્ઝિબિશન (MICE) માટે પ્રીમિયર ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાના ઉદેશ્ય સાથે યોજાયેલી આ ત્રિદિવસીય ઈવેન્ટમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વિવિધ સંસ્થા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે 14 મા કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવનું (CIC) આયોજન કરવામાં આવ્યું હતું. 7 થી 9 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ ઈવેન્ટનો હેતુ મિટિંગ્સ, ઈન્સેન્ટીવ, કન્વેન્શન અને એક્ઝિબિશન (MICE) માટે ભારતને પ્રીમિયર ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાનો હતો.
ટુરિઝમ કોર્પોરેશન ગુજરાત લિમિટેડ અને ધ ઈન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યુરો (ICPB) દ્વારા સંયુક્ત રીતે આયોજીત ઇવેન્ટના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા સહિત અન્ય અતિથિઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા. આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત MICE ફિલ્મ અને ઇન્ક્રેડિબલ ઇન્ડિયા- MICE ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ICPB ગુજરાત ચેપ્ટરની રચના જેવી મહત્વની જાહેરાત અને મીટ ઇન ગુજરાત સબ-બ્રાન્ડની રજૂઆત કરવામાં આવી હતી.તેમજ ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ (TCGL) અને ICPB ના અધિકારીઓએ ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઈમ્યુનોહેમેટોલોજી, ઇન્ડિયન એન્ડોડોન્ટિક સોસાયટી, એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા અને ફાયર સેફ્ટી એસોસિએશન ઓફ ઈન્ડિયા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. ઉપરાંત ઈન્ટરનેશનલ કોંગ્રેસ અને કન્વેન્શન એસોસિએશન સાથે આંતરરાષ્ટ્રીય એમઓયુ કરવામાં આવ્યા હતા. મરણોપરાંત ICPB હોલ ઓફ ફેમ એવોર્ડથી સ્વર્ગસ્થ ગિરીશ ક્વાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું.