NIA : ISIS હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ
કર્ણાટકમાં પણ એક જગ્યાએ દરોડાની કાર્યવાહી
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.. દેશભરમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. ત્યારે સુત્રોમાથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ કર્ણાટકમાં પણ અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી સંગઠન ISISના ષડયંત્ર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા દેશભરમાં અલગ-અલગ 40થી વધુ સ્થળો પર એક સાથે મોટા દરોડા પાડવામા આવ્યા છે. મહારાષ્ટ્રમાં મોટાભાગના સ્થળો પર દરોડા પાડયા છે, જેમાં થાણે ગ્રામીણ, થાણે શહેર, પુણે-મીરા ભાયંદરનો સમાવેશ છે. આ સિવાય કર્ણાટકમાં પણ એક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ દરોડામાં સૌથી મોટી વાત એ છે કે દરોડા થાણેના ગ્રામીણ વિસ્તારોમાં થઈ રહ્યા છે.
NIAના દરોડા દરમિયાન આતંકવાદીઓના આંતરરાષ્ટ્રીય જોડાણો અને વિદેશી-આધારિત ISIS હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે. NIAના આ સર્ચ ઓપરેશનમાં ભારતમાં ISISની આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ લોકોના જટિલ નેટવર્કનો પણ ખુલાસો થયો છે. આ નેટવર્કે ISISના સ્વ-ઘોષિત નેતા પ્રત્યે વફાદારી લીધી હતી અને નેટવર્ક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) પણ તૈયાર કરી રહ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય તેના સાગરીતો દ્વારા ભારતની ધરતી પર આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો હતો. તેમ જાણવા મળ્યું છે.