PM modi ને વિશ્વના ચાર ગૌરવશાળી એવોર્ડ મળ્યા
ભારત દેશ દરેક ક્ષેત્રમાં પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી રહ્યો છે. વિશ્વના તમામ દેશોએ ભારતની શક્તિને ઓળખી છે. ભારત દેશ વિશ્વના તમામ દેશોમાંથી સૌથી વધુ ઝડપી વિકાસશીલ દેશ તરીકે ઉભરી આવ્યો છે.(PM Modi honored in 4 countries) ત્યારે આ કહેવું કઈ ખોટું નથી ભારતની સરકારે વિશ્વના અન્ય દેશો સાથે ઉભા રહેવા માટે ઘણી રણનીતિઓ તૈયાર કરી છે.અને આનો શ્રેય દેશના વડાપ્રધાનને જાય છે.
વિશ્વના વિકસિત દેશોમાં સામે ભારતને રિપ્રેઝન્ટે કરવા પીએમ મોદી વિશ્વના ઘણા દેશોની મુલાકત લે છે. જેથી ભારતની એક ઓળખ ઉભી થાય છે. વિશ્વના તમામ દેશોએ વર્તમાન સંજોગોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાકાતને ઓળખી છે.
ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ‘મોદી-મોદી’ની ગુંજ સંભળાઈ રહી છે. ત્યારે ૨૦૨૩માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સ દ્વારા લીજન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ફ્રાંસનું સર્વોચ્ચ સન્માન છે. આ સાથે પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બની ગયા છે. પીએમ મોદીને વિશ્વના વિવિધ દેશોમાંથી મળેલું આ 14મું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે. આ પહેલા પીએમ મોદીને ઈજિપ્તમાં ઓર્ડર ઓફ નાઈલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઇજિપ્ત દ્વારા વડાપ્રધાન મોદીને ઇજિપ્તનું સર્વોચ્ચ રાજ્ય સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ (કિલ્દત અલ નીલ) એનાયત કરવામાં આવ્યું હતું. જો કે, આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ રાજ્ય સન્માનથી નવાજવામાં આવ્યા હોય. આ પહેલા પણ પપુઆ ન્યુ ગીની, સાઉદી અરેબિયા સહિત 12 દેશોએ વડાપ્રધાનનું સન્માન કર્યું છે અને અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારત સમક્ષ સન્માનપૂર્વક માથું નમાવ્યું છે.