- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા
- ટંકારામાં તા.10-11-12 ફેબ્રુઆરી 2024 નું મહાસંમેલન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા. 19 મી સદીના મહાન સંત, મહિલા શિક્ષણ અને વંચિતો-શોષિતોના ઉદ્ધાર માટે ઐતિહાસિક પહેલ કરનાર તેમજ ભારતીય નવજાગરણના પ્રણેતા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતીના અવસરે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ શૃંખલામાં ગુજરાતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારામાં તા. 10-11-12 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાનારા મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને નિમંત્રણ પાઠવ્યું છે. આ અવસરે આર્ય સમાજના વિભિન્ન સંગઠ્ઠનોના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.