શ્રીરામની નગરી અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું કામ પુરું થઇ ચૂક્યું છે. થોડા સમય માંજ અહીંયા થી ફ્લાઇટ ચાલુ થઇ જશે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસો.ને અહીંના માટે કોડ પણ ફાળવી દીધો છે.
ડીજીસીએની ટીમ વિમાન મથકનું નિરીક્ષણ કરી ચૂકી છે. ટૂંક સમયમાં એરપોર્ટનું લાયસન્સ જાહેર કરવામાં આવશે. લાયસન્સ ઇસ્યુ થતાં જ તેનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. લોકાર્પણ બાદ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ફાળવાયેલ કોડ AYJ (એવાયજે) કોડથી ટિકિટોનું બુકીંગ શરુ થશે.
ડીજીસીએની ટીમેં અંતિમ નિરીક્ષણ કરી ચૂકી છે. નાના મોટા સુધારાઓ કરવા સ્થાનિક અધિકારીઓને નિર્દેશ કરવામાં આવ્યા છે. આ નિર્દેશોના આધારે ખામીઓ સુધારીને રિપોર્ટ દિલ્હી મોકલી દેવાયો છે અયોધ્યા પોલીસના કમિશનરે જણાવ્યું હતું કે શ્રીરામ વિમાન મથકનું ઉદ્દઘાટન આ મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે.