- દિલ્હી એઇમ્સમાં સાત કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ
- ભારતે માઇક્રો પ્લાઝમાં ન્યુમોનિયાની તપાસ માટે દેખરેખ વધારવાની જરુર
ચીનમાં ગંભીર પરિણામ આપતો ન્યૂમોનિયા ફેલાયો છે ત્યારે હવે તેના પગરણ હવે ભારતમાં પણ થયા છે.. દિલ્હી એઇમ્સમાં સાત કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસ એપ્રિલ થી સપ્ટેમ્બર મહિના દરમ્યાન નોંધાયા છે. એઇમ્સે જ્યારે આ પ્રકારના દર્દીઓ પર સંશોધન કર્યું ત્યારે આ બીમારી સાથે સંકળાયેલ બેકટેરીયા માઇક્રોપ્લાઝમાં ન્યુમોનિયા વિષે જાણવા મળ્યું હતું..
લેન્સેટ માઇક્રોમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર કેસની જાણકારી સંક્રમણની શરુઆતના તબકકામાં કરાયેલ પીસીઆર રિપોર્ટથી માધ્યમથી મેળવાઇ હતી અને 6 કેસની જાણકારી આઇજીએમ એલિસા તપાસના માધ્યમથી મેળવવામાં આવી હતી. પીસીઆર અને આઇજીએમ એલિસા ટેસ્ટનો પોઝિટીવીટી રેટ 3 અને 16 ટકા હતો. એઇમ્સના માઇક્રો બાયોલોજી વિભાગના પૂર્વ પ્રમુખ અને ક્ધસોર્ટિયમના સભ્ય ડો. રામ ચૌધરીએ જણાવ્યું હતું કે એમ ન્યુમોનિયાને 15-20 ટકા કોમ્યુનિટી ન્યુમોનિયાનું કારણ માનવામાં આવે છે. આ વાયરસથી થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે. તેથી તેને શ્ર્વોકીંગ ન્યુમોનિયા પણ કહેવાય છે. અલબત્ત તેના કેસ ગંભીર પણ હોઇ શકે છે. ડો. ચૌધરીએ જણાવ્યું હતું કે આ એમ ન્યુમોનિયા પામેલા ભારતે ધ્યાન આપવું પડશે. ભારતે માઇક્રો પ્લાઝમાં ન્યુમોનિયાની તપાસ માટે દેખરેખ વધારવાની જરુર છે. હાલ તો માત્ર એઇમ્સ તેમજ દિલ્હીના કેટલાક અન્ય કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે. લેન્સેટના રિપોર્ટમાં એવી વિગત છે કે જે દેશોમાં ન્યુમોનિયમાં ઉભરી આવ્યો છે ત્યાં કેસોની સંખ્યા લગભગ મહામારી પહેલાની સંખ્યા જેટલી છે.