- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માઈક્રોન સાથે TRA
- સાણંદમાં 22 હજાર કરોડ ખર્ચે 93 એકર વિસ્તારમાં નિર્માણાધીન પ્લાન્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને માઇક્રોન તથા ICICI બેંક વચ્ચે TRA – ટ્રસ્ટ એન્ડ રિટેન્શન એગ્રીમેન્ટ ગાંધીનગરમાં સંપન્ન થયા. જેથી સેમિકન્ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એગ્રીમેન્ટને ડબલ એન્જીન સરકારની બેવડી વિકાસ ગતિના ત્વરિત લાભ આપનારું એગ્રીમેન્ટ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, માઇક્રોનનો આ સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને ‘મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ફોર ધ વર્લ્ડ’ ના સંકલ્પને સાકાર કરીને વિકસિત ભારત@2047માં ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ અવશ્ય બનાવશે.