આજે 6 ડિસેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે. દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ 1946માં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી. વર્ષ 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટીતંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી.
તેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે. હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે. દેશમાં હોમગાર્ડનો કાર્યક્ષેત્ર ગૃહ મંત્રાલય હેઠળના તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યો માટે નિર્ધારિત છે. માત્ર 2000થી મર્યાદિત સંખ્યાથી શરૂ કરાયેલા હોમગાર્ડ યુનિટમાં હાલ લગભગ દોઢ લાખથી વધારે હોમગાર્ડ કાર્યરત છે.