Gujarat Congress :હાલ માં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ ની ભયાનક હાર થઈ છે જ્યારે તેલંગણા માં જીત થઈ છે Madhya Pradesh, Rajasthan, Chhattisgarh, Telangana
પરંતુ આ હાર-જીત ઓછી હોય તેમ ગુજરાત કોંગ્રેસ Gujarat Congress માં જામી છે આતંરીક કલેશ ની હોડ.
ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી હતી ત્યારે આ હાર નું ઠીકરું રધુ શર્મા Raghu Sharma પર ફોડવામાં આવેલ અને કેટલાક સભ્યોને પક્ષ વિરોધી પ્રવૃતિ નો આક્ષેપ સાથે સસ્પેન્ડ કરવામાં આવેલ
પરંતુ હાલ ની રાજસ્થાન ની ચૂંટણી માં ગુજરાત કોંગ્રેસ ના પૂર્વ પ્રભારી રઘુ શર્મા રાજસ્થાન ની કેકડી વિધાનસભા સીટ પર થી ચૂંટણી લડેલા જેમાં તેમની હાર થઈ છે . Former in-charge of Gujarat Congress Raghu Sharma, kekri vidhan sabha Rajasthan
તેમની હાર થતાં જ ફરીથી ગુજરાત કોંગ્રેસ નો આંતરીક કલેશ સપાટી પર જોવા મળ્યો.
ગુજરાત કોંગ્રેસના નેતા તેજસ પટેલે Tejas Patel ગુજરાત કોંગ્રેસ ના પૂર્વ પ્રભારી રઘુ શર્મા પર આરોપો લગાવતા કહ્યું કે રઘુ શર્માએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ટિકિટ વહેચીને કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે.
રઘુ શર્માએ લાયક ઉમેદવાર અને ચાલુ ધારાસભ્યની ટીકીટ કાપી હતીજ્યારે ધંધુકા, વિસાવદર , હિંમતનગર, કેશોદમાં યોગ્ય ઉમેદવારોને ટિકિટ ન આપી. આ ઉપરાંત કોડીનાર, પેટલાદ, બેચરાજી, દાહોદમાં સીટિંગ ધારાસભ્યની ટીકીટ કાપી. Dhandhuka, Visavadar, Himmatnagar, Keshod, Kodinar, Petlad, Becharaji, Dahod
તેજસ પટેલે આક્ષેપ કરતાં કહ્યું કે ટિકિટનો સોદો કરીને રઘુ શર્માએ લાખો રૂપિયાની મિલકતો વસાવી છે. વધુ માહિતી આપતા તેજસ પટેલે જણાવ્યું કે રઘુ શર્માએ જયપુરમાં, તેમના મત વિસ્તાર કેકડીમાં તેમજ વિદેશ માં રોકાણ કરાવ્યુ છે.
ત્રણ રાજ્યોમાં ભારે હાર બાદ ગુજરાત કોંગ્રેસ Congressમાં યાદવાસ્થળી જામી છે,
અને વિધાનસભા ચૂંટણી 2022 ના મામલે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 માં કોંગ્રેસ ભૂંડી રીતે હારી હતી. ત્યારે રાજસ્થાનના પૂર્વ મંત્રી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા. Former in-charge of Gujarat Congress Raghu Sharma
અને 2022ની ચૂંટણી મામલે ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રભારી રઘુ શર્મા પર એક કોંગ્રેસ નેતાએ જ ગંભીર આરોપો લગાવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના નેતા તેજસ પટેલે Tejas Patel Gujarat Congress રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા 25 નવેમ્બરે રાજસ્થાનના પાટનગર જયપુરમાં પત્રકાર પરિષદ કરીને કેકડી ના કોંગ્રેસ ના ઉમેદવાર રઘુ શર્મા પર ગંભીર આરોપો લગાવ્યાં હતા.
Read More : પૈસાની જરૂર છે અને ખાતામાં ઝીરો બેલેન્સ છે? તો પણ તમે ઉપાડી શકશો 10,000 રૂપિયા,
અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં શું દેખાશે ક્રિકેટના ભગવાન? તેંડુલકર અને વિરાટ સહીત 8
UCO બેંકના 41 હજાર ખાતામાં 820 કરોડ રૂપિયા જમા, CBI કરી રહી છે તપાસ