શંખેશ્વર જૈન તીર્થ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં શંખેશ્વર ખાતે આવેલું જૈન તીર્થ સ્થળ છે. આ મંદિરના મૂળનાયક તીર્થંકર પાર્શ્વનાથ છે. આ તીર્થસ્થળમાં યાત્રીઓ માટે રોકાણ કરવાની વ્યવસ્થા છે. આ તીર્થની નજીકમાં જ ૧૦૮ ભક્તિવિહાર પાર્શ્વનાથ, રાજેન્દ્રસૂરી નવકાર મંદિર, આગમમંદિર તીર્થ, ભક્તામર મંદિર અને કલાપૂર્ણ ગુરૂમંદિર પણ આવેલા છે.
“જેના સ્મરણથી જીવનના સંકટ બધા દૂરે ટળે,
જેના સ્મરણથી મનતણા વાંછિત સહુ આવી મળે;
જેના સ્મરણથી આધિ વ્યાધિને ઉપાધિ ના ટકે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું”