Telangana :કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેલંગાણા વિધાનસભા પક્ષના નવા ધારાસભ્ય દળના નેતા તરીકે રેવંત રેડ્ડી Anumula Revanth Reddy
ને બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કોંગ્રેસના દિલ્હી કાર્યાલયમાં તેલંગાણાના Telangana નવા મુખ્યમંત્રી Chief Minister ના નામની જાહેરાત કરી જોકે કેબિનેટમાં સામેલ કરવામાં આવનારા મંત્રીઓના નામ પછી જાહેર કરવામાં આવશે એવું પણ જાહેર કરાયું જેને લઈને કેબિનેટ ને લઈને સસ્પેન્સ ઉભુ થયું છે
કોંગ્રેસ નેતૃત્વએ મંગળવારે તેના તેલંગાણાના પ્રમુખ એ Anumula Revanth Reddy ને વિધાનસભા પક્ષના નેતા બનાવવાનો નિર્ણય કર્યો.
રેવન્ત રેડ્ડીના નામની જાહેરાતના થોડા સમય પહેલા કોંગ્રેસના તેલંગાણા યુનિટના પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય એન ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું હતું કે તેઓ પણ મુખ્યમંત્રી પદની રેસમાં છે. જોકે હવે ક્લિઅર થઈ ગયું છે કે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે. અને રેવન્ત રેડ્ડી નો શપથ ગ્રહણ સમારોહ 7 ડિસેમ્બરે યોજાશે.
કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે Congress Organization General Secretary KC Venugopal પાર્ટી હેડક્વાર્ટર દિલ્હી માં પ્રેસ કોન્ફરન્સમાં રેવંત રેડ્ડીના નામની જાહેરાત કરી ત્યારે ઉત્તમ કુમાર રેડ્ડી પણ આ સભામાં હાજર હતા.
વેણુગોપાલે કહ્યું કે વિધાનમંડળ પક્ષના નેતા નક્કી કરવા માટે હૈદરાબાદમાં કોંગ્રેસ વિધાનમંડળ પક્ષ Congress Legislative Party ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટી ના નિરીક્ષકો હાજર રહ્યા હતા. વિધાનસભા પક્ષે કોંગ્રેસ અધ્યક્ષને ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે અધિકૃત કરતો ઠરાવ પસાર કર્યો હતો.
તેમણે કહ્યું કે આજે રાજ્યના પ્રભારી માણિક રાવ ઠાકરે State in-charge Manik Rao Thackeray અને કર્ણાટકના ઉપમુખ્યમંત્રી અને નિરીક્ષક ડીકે શિવકુમારે Karnataka Deputy Chief Minister and Inspector DK Shivakumar કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે Congress President Mallikarjun Kharge ને રિપોર્ટ સોંપ્યો હતો.
Anumula Revanth Reddy : રેવંત કોંગ્રેસની ‘ગેરંટી’ પૂરી કરશે એતો જોવું જ રહ્યું
વેણુગોપાલે કહ્યું કે આ રિપોર્ટ પર વિચાર કર્યા બાદ અને વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષે નિર્ણય લીધો કે રેવન્ત રેડ્ડી વિધાનમંડળના નેતા હશે. રેવંત રેડ્ડી પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે. તેઓ બહુમુખી નેતા છે અને તેમણે વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણીમાં પૂરી તાકાતથી પ્રચાર કર્યો હતો.
તેઓ રાહુલ ગાંધી Rahul Gandhi ના નજીક ના હોવાનું મનાય છે
તેમણે કહ્યું કે આ નવી સરકારની ટોચની પ્રાથમિકતા તેલંગાણાના લોકોની આકાંક્ષાઓ અને પાર્ટી દ્વારા આપવામાં આવેલી ‘ગેરંટી’ પૂરી કરવાની રહેશે. જ્યારે લોકોને પણ આ યુવા નેતા સાથે ઘણી અપેક્ષા છે.
પક્ષના યુવા કાર્યકરો યુવા નેતા ના આગમનથી ઘણા ખુશ અને ઉત્સાહી જોવાઈ રહ્યા છે
રેવંત કોંગ્રેસના AICC પ્રમુખનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ અને તમામ હોદ્દેદારો નો આભાર વ્યક્ત કરતાં ટ્વીટ કરેલ<
I wholeheartedly express my gratitude to honourable AICC president
Shri @kharge ji, Mother of Telangana our beloved #Soniamma , ever inspiring leader @RahulGandhi ji, charismatic @priyankagandhi ji, AICC General Secretary (Org) @kcvenugopalmp ji, deputy CM of Karnataka… pic.twitter.com/Kl50cQHxih— Revanth Reddy (@revanth_anumula) December 5, 2023
/h3>
Read More : નીતા એમ અંબાણીનું “સ્પોર્ટ્સ લીડર ઓફ ધ યર-ફીમેલ” એવોર્ડથી સન્માન
અદાણી ગ્રુપના તમામ 10 શેર 7થી20 ટકા ઉછાળો જોવા મળ્યો