- “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ઉત્સાહભેર સ્વાગત
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના હિસોરા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ ભાગ લઈને વિકસિત ભારત બનાવવા સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પોષણ અભિયાન, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી ઉજ્જવલા યોજનાના 7, ડાયાબિટીસ અને ટીબી સ્ક્રિનિંગના 56, આયુષ્યમાન ભારત 27, અને કિસાન ક્રેડિટ કાર્ડના 35 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
જ્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રત્યેક ગ્રામજનોને સરકારી યોજનાના લાભ મળી રહે તે માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ના રથ ગામેગામ ભ્રમણ કરી રહ્યા છે. આ સંકલ્પ યાત્રા પાવી-જેતપુર તાલુકાના વાવડી અને તંબોલિયા ગામે પહોંચતા રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિત ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી, આદિવાસી સમુદાય અને ગ્રામીણ વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવેલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં નાગરીકોએ લાભ લીધો હતો.
પોરબંદર જિલ્લાના ઝાવર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપી માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને ચેક વિતરણ, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું વિતરણ, આઇસીડીએસના લાભાર્થી બહેનોને કિટસ વિતરણ કરાયું હતું. આ વેળાએ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સરપંચ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર શહેરના અકવાડા વોર્ડ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું શહેરીજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકાના 12 વોર્ડમાં ફરેલી શહેરી કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી બહોળી સંખ્યામાં લાભાર્થીઓને ઘર આંગણે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો હતો. આ પ્રસંગે મહાનુભવોના હસ્તે ઉજ્જવલા યોજના, અન્નપુર્ણા યોજના, આયુષ્યમાન ભારત સહિતની યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતા. આ વેળાએ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરીજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો રથ રાજકોટના ઈશ્વરીયા ગામ પહોંચતા મોટી સંખ્યામાં ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી, મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગ્રામજનોને સન્માનીત કરાયા હતા.ઉપસ્થિત તમામ લોકોએ વિવિધ સેવા સેતુઓના તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી.
બોટાદ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ ઠેર ઠેર પરિભ્રમણ કરી રહ્યા છે. ગઢડા તાલુકાના ઢસા ખાતે બોટાદ જિલ્લાના પ્રભારી અધિકારી તરીકે ભારત સરકાર, દિલ્હીના જોઈન્ટ એડવાઈઝર(એન.ડી.એમ.એ) બિસ્વરૂપદાસ (આઈ.આર.એસ)ના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઢસા આવી પહોંચતા ઉપસ્થિત અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજના લાભ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.આ અવસરે ગામના ખેડૂતના ખેતરમાં ડ્રોન નિર્દશન યોજાયું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ યોજનાકીય સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.