- આંધ્ર, તામિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ
- ચેન્નાઈમાં પણ ભારે તોફાન અને વરસાદને કારણે ૫ ના મોત, ૧૨ ફ્લાઈટ્સ કેન્સલ
દક્ષિણના બે રાજ્યોમાં મિચોંગ વાવાઝોડાએ મચાવી તબાહી છે . ત્યારે હવે ગમે ત્યારે વાવાઝોડું લેંડફોલ કરી શકે છે.. ત્યારે આ વાવાઝોડાને કારણે ચેન્નાઈમાં ૫ ના મોત થયા ના સમાચાર પણ સામે આવ્યા છે..
તેમજ જનજીવન ખોરવાઈ ગયું છે. વરસાદના પાણીથી એરપોર્ટ ડૂબ્યું છે. તો આંધ્ર, તામિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.. ચેન્નાઈમાં પણ ભારે તોફાન અને વરસાદને કારણે ૫ ના મોત થયા છે.
તેમજ ૧૨ ફ્લાઈટ્સ કેન્સલ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.. ભારત દેશના દક્ષિણના બે રાજ્યોમાં મિચોંગ વાવાઝોડાએ મચાવી તબાહી મચાવી છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે તમિલનાડુના સીએમ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ ઉપર નજર રાખવા સાથે તમામ શકય મદદની ખાતરી આપી છે.
ચક્રવાત મિચોંગને કારણે ભારે વરસાદ સાથે ચેન્નાઈમાં જનજીવન ખોરવાઈ ગયું છે. વાવાઝોડું આજે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના પણ છે.