VGGS 2024, Shantishram :
10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ VGGS 2024ના તૈયારી
10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના તૈયારીરૂપે 5 ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદ Ahmedabad ખાતે “એક્સપોર્ટએક્સીલરેટ Export Accelerate” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ Gujarat Chief Minister Bhupendra patel સાથે મંત્રીઓ રહેશે ઉપસ્થિત Vibrant Gujarat Global Summit 2024
વિકસિત ભારત 2047 માટે ભારતની નિકાસ ક્રાંતિ’ થીમ પર એક્સપોર્ટર્સની કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે.
ભારતના વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 20 વર્ષ પૂરા કરવા જય રહી છે. Indian Prime Minister Narendra Modi
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન તેમજ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત , ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ એક્સપોર્ટ ઇકોસિસ્ટમની ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમમાં સંબોધન પણ કરશે.
તેમજ રસના ઇન્ટરનેશનલના ગ્રુપ ચેરમેન પિરુઝ ખંભાતા Piruz Khambhata, Group Chairman, Rasana International દ્વારા સ્વાગત પ્રવચન સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે.
ત્યારબાદ એક્સપોર્ટ્સ અંગે એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે.
ટાટા કેમિકલ્સ લિ.ના ગ્લોબલ બિઝનેસ કેમિકલ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ ઝરીર લંગ્રાના Zareer Langrana, Executive Director and President, Global Business Chemicals, Tata Chemicals Ltd. અને ભારત સરકારના નીતિ આયોગના ટ્રેડ એન્ડ કોમર્સના સિનિયર એડવાઇઝર સંજીત સિંઘ, IRS કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરશે. બાદમાં સીઆઇઆઇ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને હિટાચી હાઇરીલ પાવર ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર દર્શન શાહ Darshan Shah, Chairman of CII Gujarat State Council and Managing Director of Hitachi Hyrail Power Electronics Pvt. દ્વારા આભારવિધિ કરવામાં આવશે.
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન ‘ડિજિટલ ટ્રેડ લીવરેજિંગ ટેક્નોલોજીસ ફોર સીમલેસ એન્ડ બાઉન્ડ્રી-ફ્રી ટ્રેડ’ વિષય ઉપર એક પ્લેનરી સેશન પણ આયોજિત થશે. Digital Trade Leveraging Technologies for Seamless and Boundary-Free Trade
આ સેશન દરમિયાન થનારી ચર્ચાઓમાં કેપીએમજી ઇન્ડિયાની ટેક્નોલોજી એડવાઇઝરીના ડાયરેક્ટર ચિંતન મેહતા, અનુપમ રસાયણ ઇન્ડિયા લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઇ, NTT ગ્લોબલ ડેટા સેન્ટર્સના સિનિયર ડાયરેક્ટર સંદીપ દાંડેકર, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ અને સીઇઓ અજય સહાય, ભારત સરકારના નીતિ આયોગના વેપાર અને વાણિજ્ય તેમજ ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગના ફેલો અને ભૂતપૂર્વ પ્રમુખ સલાહકાર અને વડા ડૉ. બદ્રીનારાયણ (પીએચડી) અને અરવિંદ લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુલીન લાલભાઈ Arvind Ltd. Executive Director Kulin Lalbhai પણ ઉપસ્થિત રહેશે.
Read More : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સાયન્સ સિટી ખાતે આયોજિત માટી કલા મહોત્સવમાં પ્રોત્સાહક ઉપસ્થિ
Dantiwada Dam : તંત્ર ની આંખો બંદ , 3-4 મહિનાથી દર કલાકે 30 કરોડ લિટર પાણીનો