Palanpur ખાતે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત માહિતી ખાતાના વરિષ્ઠ અધિકારીઓ અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા
બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સિનિયર સબ એડીટર તથા માહિતી અને પ્રદર્શન કેન્દ્ર અંબાજીના ઇન્ચાર્જ વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવતાં રેસુંગભાઈ ચૌહાણ Reshungabhai Chauhan ને આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે અમદાવાદ Assistant Director Ahmedabad Information Department ખાતે પ્રમોશન થયું
જેને લઈને પાલનપુર ખાતે આવેલ હોટલ અલાઈવ પાર્ટી પ્લોટમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી. એન. માળી, માહિતી ખાતાના વરિષ્ઠ અધિકારીઓ હિમાંશુ ઉપાધ્યાય, જયેશ દવે અને અમિત ગઢવી સહિત જિલ્લાના પત્રકારો ની ઉપસ્થિતિમાં શુભેચ્છા સમારોહ યોજાયો હતો.
આ શુભેચ્છા સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક્સ મીડિયાના પત્રકારો એ તેમનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. મીડિયાના મિત્રો, માહિતી પરિવાર અને તેમના મિત્રોએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. Banaskantha District Information Office Palanpur, Press Print and Electronics Media Reporters
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા નિર્મિત રેશુંગભાઈ ચૌહાણ Reshungabhai Chauhan ની તેર વર્ષની ફરજ અને કર્તવ્યને બિરદાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સ Documentary films પણ પ્રદર્શિત કરાઈ હતી.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીએ રેસુંગભાઈ ચૌહાણને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી તેમણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા તેર વર્ષ દરમિયાન કરેલ કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચાડવામાં ચૌહાણએ મીડિયાના માધ્યમ થકી ખુબ અસરકારક કામગીરી કરી હોવાનું જણાવી તેમના મિલનસાર સરળ સ્વભાવની પ્રશંસા કરી હતી.
ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી. એન. માળીએ રેસુંગભાઈ ચૌહાણને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-2015 અને 2017 માં આવેલા ભયાનક પૂર સમયે તથા કોરોનાકાળમાં પણ રેસુંગભાઈ ચૌહાણે જિલ્લા વહીવટી તંત્ર અને મિડીયા સાથે સારું સંકલન કેળવી ખુબ ઉમદા કામગીરી કરી છે એમના સાથ અને સહકાર થકી લોકો સુધી પહોંચવામાં અમને પણ સરળતા રહી છે.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક Deputy Director of Information અમિત ગઢવીએ સ્વાગત પ્રવચનમાં રેસુંગભાઈ ચૌહાણની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી હતી. રેસુંગભાઈ ચૌહાણે સરકારી સેવા દરમ્યાન સાથી કર્મચારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મિડીયાના મિત્રો સાથે સારુ સંકલન કેળવી આદરભર્યુ સ્થાન મેળવ્યું છે.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના, અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક દિવ્યેશ વ્યાસ, હરીશભાઈ પરમાર, નરેન્દ્રભાઈ પંડ્યા સહિત મહેસાણા, સાબરકાંઠા અને પાલનપુર માહિતી કચેરીનો સ્ટાફ તેમજ શ્રી રેસુંગભાઈ ચૌહાણના પરિવારજનો અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા જગત સાથે સંકળાયેલા તંત્રીશ્રીઓ અને પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માહિતી કચેરીના ફેલો મુકેશભાઈ માળીએ કર્યું હતું.
Banaskantha District Scheduled Caste Morcha President Ashwinbhai Saxena, Ahmedabad Regional Information Office Assistant Information Director Divyesh Vyas, Harishbhai Parmar, Narendrabhai Pandya, Mahesana Sabarkantha
Read More : Dantiwada Dam : તંત્ર ની આંખો બંદ , 3-4 મહિનાથી દર કલાકે 30 કરોડ લિટર પાણીનો વેડફાટ, આ ભૂલ કોણ ભોગવશે
Singapore Japan: મુખ્યમંત્રીના નેતૃત્વમાં જાપાન અને સિંગાપોરના પ્રવાસેથી મંત્રીઓ પરત ફર્યા
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની 3 દિવસીય મલેશિયા મુલાકાત પૂર્ણ