અમદાવાદ શહેર,પંચમહાલ જિલ્લાનો સમાવેશ
સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા માટેના આહવાનને બહોળો પ્રતિસાદ
ગુજરાત Gujarat માં ભાજપ BJP ના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં અમદાવાદ શહેર, પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાન-કાર્યકર ભાઈ-બહેનો આજે કોંગ્રેસ Congress પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા Congress પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને બહોળો પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાન-કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ શહેરમાંથી કલ્યાણસિંહ ચંપાવત, પંચમહાલ જિલ્લામાંથી ધર્મેન્દ્ર પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન-કાર્યકરો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા, તેમને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીતભાઈ ચાવડા, હાથ સે હાથ જોડોના કન્વીનર ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડીયા કન્વીનર ડો. મનીશ દોશી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Read More : Dantiwada Dam : તંત્ર ની આંખો બંદ , 3-4 મહિનાથી દર કલાકે 30 કરોડ લિટર પાણીનો વેડફાટ, આ ભૂલ કોણ ભોગવશે
Gujarat : ગુજરાતમાં ફરીથી વ્યાજખોરોએ માથું ઉચક્યું. વધુ ૧ વ્યક્તિએ કર્યું મોતને વહાલું.