Banaskantha દિયોદરમાંથી ગેરકાયદેસર આયુર્વેદિક મેડિસન સીરપ Ayurvedic Medicine Syrup ઝડપાઈ
દિયોદર પોલીસે Deodar Police દસ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો
ખેડા જિલ્લામાં ગુરુવારે પાંચ જેટલા વ્યક્તિઓના આયુર્વેદિક સીરપ પીવાના લીધે મૃત્યુ પામતા સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસ દ્વારા મેડિકલ સ્ટોર્સ પાર્લરો હોટલો કરિયાણાની દુકાન વગેરેમાં તપાસ શરૂ કરાતા.
દિયોદર પોલીસે ગુરુવારથી શરૂ કરેલ તપાસ દરમિયાન 50થી વધુ મેડિકલ સ્ટોર્સ આયુર્વેદિક દવાખાના પાર્લર હોટલ વગેરે મળી તપાસ આરંભી હતી ત્યારે શુક્રવારે બપોરના સમયે દિયોદર દેલવાડા રોડ પર આવેલ બનાસ હોસ્પિટલ નીચે એક દુકાનમાં ગેરકાયદેસર આયુર્વેદિક માદક સીરપ આલ્કોહોલિક ની બોટલો નંગ ₹6,870 બોક્સ નંગ 179 મળી આવી હતી
Banaskantha Police પોલીસે છ મહિના પૂર્વે વાળેલ ગોટા ના ધૂમાડા હવે નીકળ્યા…?
જેની કિંમત 10,15,200 જેના માલિક ભરત રમણીક લાલ ઠક્કર રહે પૂજાપાર્ક દિયોદર સામે ગેરકાયદેસર આલ્કોહોલિક સીરપનું વેચાણ કરતા હોવાનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ સિવાય દિયોદર પોલીસે દિયોદર હાઇવે વિસ્તારમાં આવેલ શિવમ હોટલ 3 બોટલઅને હરિહર રજવાડું પાર્લર હોટલ ખાતે 30 બોટલ આકસ્મિક દરોડો પાડતા બોટલો મળી આવી હતી જેની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દિયોદર પોલીસ Deodar Police દ્વારા આયુર્વેદિક સીરપ સામે કડક કાર્યવાહી કરી દુકાનો મેડિકલ સ્ટોરમાં તપાસી કરતા આયુર્વેદિક મેડિકલ સીરપનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો.
આ અંગે વધુ તપાસ દિયોદર પ્રો પીઆઇ વી બી ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ઝડપાયેલ આયુર્વેદિક સીરપ બ્રાન્ડ નું નામ
સુનીંદ્ર આયુર્વેદિક પ્રોપર્ટ પ્રો તેરી મેડિસિન એક્સ મેલ આયુર્વેદિક પ્રોપર્ટી મેડિસિન ના માર્કા વાળી
આયુર્વેદિક સીરપો હર્બલ ટોનિક આલ્કોહોલિક જેવા શંકાસ્પદ પ્રવાહી ભરેલ બોટલો મળી આવી હતી..
Police પોલીસે છ મહિના પૂર્વે વાળેલ ગોટા ના ધૂમાડા હવે નીકળ્યા…
છ મહિના પૂર્વે પણ દિયોદર માંથી શીરપ આલ્કોહોલ પકડાયો હતો. પરંતુ આર્શીવાદ થઈ ઠરીઠામ થયેલ હોવાનું ચર્ચાસ્પદ બનેલ.
આશીર્વાદનો ધંધો યુવાનો ની બરબાદી
Read More : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરમાં માઇક્રોન પ્લાન્ટની મુલાકાત લીધી
રાજ્યના વિવિધ ભાગોમાંથી આગેવાન-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા