- પોલીસને શાળાઓનું નિરીક્ષણ કરવા અને સુરક્ષા વધારવા સૂચના
- શાળાઓમાં સર્ચ ઓપરેશન, હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
બેંગ્લોરની ઘણી શાળાઓને શુક્રવારે સવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાળાના પરિસરમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં તમામ શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
મળતી માહિતી મુજબ બેંગ્લોરની 44 ખાનગી શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા. આ પછી સ્કૂલોએ વાલીઓ માટે એડવાઈઝરી જારી કરી હતી.અગાઉ આ મામલે કર્ણાટકના ગૃહમંત્રી ડૉ. જી પરમેશ્વરાએ કહ્યું હતું કે હાલમાં અમને 15 શાળાઓ વિશે માહિતી મળી છે જ્યાં ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. ગયા વર્ષે પણ આવી ધમકીઓ મળી હતી. અમે કોઈ જોખમ ન લઈ શકીએ, અમે શાળાઓની તપાસ કરી રહ્યા છીએ અને પગલાં લઈ રહ્યા છીએ.
શાળાઓમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અમે ધમકીભર્યા કોલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીશું. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ. સાથે જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પોલીસ તપાસ કરશે. તેમ કરવા માટે તેમને સૂચના આપવામાં આવી છે. સુરક્ષાના પગલા પણ લેવામાં આવ્યા છે. વાલીઓએ ગભરાવાની જરૂર નથી. પોલીસને શાળાઓનું નિરીક્ષણ કરવા અને સુરક્ષા વધારવા સૂચના આપી છે. અને પોલીસ વિભાગને પ્રાથમિક અહેવાલ મળી ગયો છે.