- “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમિયાન ૯૦ જેટલા લોકોનું ડાયાબીટીસ અને બીપીનું ચેકઅપ થયું
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો લોકોને ઘર આંગણે જ મળી રહે તે માટે દેશભરમાં ૧૫મી નવેમ્બરથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને ધારપુર મુકામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાનુભાવો સહિત ગામવાસીઓએ પ્રતિજ્ઞા લીધી હતી. યાત્રા દરમિયાન ઉજવલા યોજનાઓના ૧૦ જેટલા લાભાર્થીઓ, ૮૦ જેટલા લોકોનું ટીબી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. ૯૦ જેટલા લોકોનું ડાયાબીટીસ અને બીપીનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ૧૦૫ જેટલા લાભાર્થીઓએ નવા આયુષ્યમાન કાર્ડ સ્થળ પર બનાવવામાં આવ્યા હતા. જેમાં સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ લાભાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો.
મેરી કહાની મેરી જુબાની અંતર્ગત રાવલ ઉષાબેન કિરણભાઇએ જણાવ્યું હતું કે, “2017 થી અમે ભગવાન સખી મંડળ ચલાવીએ છીએ. આ મંડળને સરકારશ્રીની યોજનાઓનો લાભ અમને મળે છે. શરૂઆતમાં ત્રણ માસ બાદ ૧૦ હજારનું ફંડ એમને મળ્યું હતું. ત્યારબાદ સાત મહિના પછી બેંક તરફથી ₹1,00,000 ની લોન મળી હતી. આ લોન બહેનોને બ્યુટી પાર્લર, કટલરીની દુકાન કે અન્ય રોજગાર અર્થે બહેનોને આપીએ છીએ. જેમાં બેન્ક પણ લાભો આપી રહી છે. આ માટે અમે મિશન મંગલમ યોજના અને મોદી સાહેબનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી લલીબેન રબારી, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી સોનલબેન ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.રાઠોડ, સંગઠનનાં આગેવાનો ઉપરાંત ગામના આગેવાનોની સાથે બહોળી સંખ્યામાં ગામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.