- રાજ્ય માં કોરોના પછી હાર્ટ એટેક ના કિસ્સાઓ મોત પ્રમાણ માં વધ્યા છે
મોટી ઉમર ના વ્યક્તિ ઓથી લઈને યુવાનો અને નાના બાળકો ને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે આજે ભાવનગર મેડિકલ કોલેજ ના 20 વર્ષીય વિધાર્થી ને હાર્ટ એટેક આવ્યો અને યુવાન ગુજરી ગયો તો બીજી તરફ રાજકોટ બીજેપી ને પણ હલાવી નાખે એવા સમાચાર આવ્યા રાજકોટ ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાળા ને પણ હાર્ટ એટેક આવ્યો છે
મળતી વિગતો અનુસાર ગત રાત્રિ ના આયોજિત એક લગ્ન પ્રસંગ માં હાજર રહેલા ધારાસભ્ય રમેશ ટીલાળા Rajkot MLA Ramesh Tilara તબિયત લથળતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં જરૂરી મેડિકલ ચેકઅપ બાદ ધારાસભ્ય ને હાર્ટ એટેક આવ્યા ના સમાચાર ફેલાતા બીજેપી સમર્થકો ચિંતા માં મુકાયા
પરંતુ તબીબી નિદાન મુજબ આ હાર્ટ એટેક હળવો હોવાનું અને હાલમાં ધારાસભ્યની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે અને જરૂરી મેડિકલ ચેક અપ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોરોના બાદ સતત વધી રહેલા હાર્ટ એટેક અને તેનાથી થતાં દુખદ અવસાનના કેસ સામાન્ય જનતાની ચિંતા વધારી રહ્યા છે.
નાની વયે હાર્ટ એટેક Hart Attack ના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો રોકાઈ રહ્યો નથી. રાજ્ય દરરોજ સરેરાશ બે થી ચાર હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. તો ક્યાંક સારવાર કે જરૂરી માહિતીના અભાવે દર્દી મોત ને ભેટી રહ્યા છે.