વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ડીસાના સેવાભાવી યુવા અગ્રણી અને મંત્રીશ્રી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચો શ્રી પી. એન. માળીએ રૂ. 2,18,400/- નો ચેક અર્પણ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પી. એન. માળી એ અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન રીક્ષા ચાલકોને ગણવેશ પેટે આ રકમનો ચેક મંદિરને એનાયત કર્યો છે.
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સતત સાત દિવસ દરમિયાન 150 રીક્ષાઓ મારફત 75 હજારથી વધારે લોકોને એમની સેવાનો લાભ લીધો હતો. કામાક્ષી મંદિર અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી અંબાજી મંદિર સુધી સિનિયર સિટીજનો, દિવ્યાંગજનો અને બાળકોને સેવા પુરી પાડી હતી. શ્રી પી.એન. માળીની આ સેવાઓને બિરદાવી કલેકટરશ્રીએ પણ આભાર વ્યક્ત કર્યો હતો.