સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરના સચિન જીઆઇડીસીની “એથર”પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત રોજ જે બ્લાસ્ટ થયો હતો તેમાં 27 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, આ બ્લાસ્ટ પછી આગ પર કાબૂ મેળવવા માટે 7 કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો, આ વચ્ચે એક મહત્ત્વ અહેવાલ આવ્યા છે કે કંપનીમાં કામ કરતા 7 કર્મચારીઓ બ્લાસ્ટ પછી ગાયબ છે. કંપનીના સંચાલકો, પોલીસે 7 કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી.
આ તરફ હવે મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન ઘટનામાં ગુમ થયેલા સાત કર્મચારીઓના માનવ કંકાલ મળી આવ્યા છે. તમામ માનવ કંકાલ પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે આ આગની ઘટનામાં 27 કર્મચારી દાઝ્યા હોવાનું પણ ખૂલ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા કેમિકલ કંપનીમાં કામ કરતા 27 કારીગરો દાઝ્યા હતા. આ તમામને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ ઘટનામાં ત્રણ કારીગરોની હાલત અત્યંત ગંભીર બની હતી.