તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને 106 મતવિસ્તારોમાં સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે બીજેપી તરફથી વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને સત્તાધારી પાર્ટી ભારત સમિતિ (BRS) ના વડા કે. ચંદ્રશેખર રાવ જેવા ઉચ્ચ નેતાઓ દ્વારા પૂર જોરથી ચૂંટણી પ્રચાર કર્યા પછી ગુરુવારે (30 નવેમ્બર) 119 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
119 બેઠકોવાળી વિધાનસભા માટે 3.26 કરોડથી વધુ મતદારો 2,290 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચૂંટણી પંચે 35,655 મતદાન મથકો પર 1.85 લાખથી વધુ મતદાન કર્મચારીઓને તૈનાત કર્યા છે, જ્યારે 22,000 માઇક્રો ઓબ્ઝર્વર સમગ્ર મતદાન પ્રક્રિયા પર નજર રાખશે.સત્તાધારી BRS એ તમામ 119 બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે ભાજપ 111 બેઠકો પર ચૂંટણી લડી રહી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવા વિનંતી કરી હતી.