- કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના માલધા અને જામકુઇ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં ગામના અગ્રણી રાજેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે માલધા ગામે સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, સરપંચ કલ્પનાબેન, જિલ્લા પંચાયતના સભ્ય અનિલભાઈ, જિલ્લા મલેરિયા અધિકારી સુરત ડો. પ્રશાંતભાઈ સેલાર, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રભાઈ સોલંકી ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, સંગઠનના અગ્રણીઓ રાજેશભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, વિકાસભાઈ પટેલ, આંગણવાડી વર્કર,તેડાગર અન્ય વિભાગ ના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ જામકુઇ ગામે સરપંચ ખાતરીયા ભાઈ, આચાર્ય કરશનભાઈ, મુખ્યસેવીકા જીજ્ઞાબેન, તલાટી કમ મંત્રી લાલજીભાઈ, આરોગ્ય વિભાગના ડૉ તનવીરભાઈ અને મંજૂલાબેન, વાસ્મો અધિકારી સચિન ભાઈ, આદિત્યભાઈ, ગ્રામસેવક નિરાલીબેન, મુખ્ય શિક્ષક ફતેસિંગભાઈ, આંગણવાડી વર્કર,તેડાગર, અન્ય વિભાગના અધિકારી, સી.ડી.પી.ઓ હંસાબેન, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.